
અમદાવાદ, 10મી મે, શુક્રવારના રોજ વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના શુભ દિવસે સવારના સમયે ચંદન યાત્રા અને રથ પૂજનના સમયે મંદિરના હાથીઓને વિશેષ શણગાર કરીને તૈયાર કરવામાં આવ્યા અને ભગવાન જગન્નાથ અને રથાે નું પૂજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, રાજકીય સામાજિક અગ્રણીઓ, સાધુ સંતો તેમજ ભક્તો હાજર રહ્યા હતા.