અમદાવાદ, 31 મે, અપોલો હોસ્પિટલ્સ અમદાવાદે રોડ જર્નીસ બાઇકર્સ ગ્રૂપના સહયોગથી તમાકુની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવા માટે એક બાઇક રેલી સાથે “વર્લ્ડ નો ટોબેકો ડે”ની ઉજવણી કરી.
પરિમલ ગાર્ડન ખાતેથી આ રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. જેમાં કેન્સર સર્વાઇવર, તબીબો, નર્સિગ સ્ટાફ અને બાઇકર્સ ગ્રૂપે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તમાકુના સેવન સામે લડવા માટે સામૂહિક પ્રયાસો અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
રેલી અમદાવાદ અને ગાંધીનગરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને આંબાવાડીની અપોલો હોસ્પિટલ ખાતે સમાપ્ત થઇ હતી. અપોલો હોસ્પિટલના સીઓઓ અને ગુજરાત રિજનના યુનિટ હેડ નીરજ લાલ, અપોલો કેન્સર સેન્ટર અમદાવાદના સિનિયર કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ આકાશ શાહ, અપોલો કેન્સર કેર હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. રૂષિત શાહ અને અપોલો હોસ્પિટલ અમદાવાદના જનરલ મેનેજર શ્રીમાન સંદિપ જોષી પણ રેલીમાં જોડાયા હતા.