સૂરત, 08 જુલાઈ, આંતરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ કરી સુરત શહેર S.O.G.એ ટ્રોલી બેગની સાઇડમાં રેકજિનની નીચે સ્પ્રે વડે કેમીકલ મિક્સ કરી છુપાવીને દુબઈથી લાવેલ રૂ.,૬૪,૮૯,૦૦૦ ની કીમત નો ૯૨૭ ગ્રામ સોનાના પાવડર ઝડપી પાડ્યું.
SOG સૂત્રોએ આજે જણાવ્યું કે એસઓજી ને એક ટોળકી વિશે માહિતી મળેલ જેમા આ ટોળકી તેના કેરીયરોને દુબઈ ખાતે મોકલી ત્યાંના વેપારીઓ દ્વારા સોનાની અંદર કેમીકલ મિક્સ કરી સ્પ્રે છંટકાવ કરી તેને બેગની અંદર ચિપકાવી દેવામા આવે છે. જેથી તે સોનાને એરપોર્ટ ઉપર ઇમીગ્રેશન સિક્યુરીટી ચેકીંગમાં ખબર ન પડે તે રીતે સોનાને દુબઈ થી સુરત ખાતે દાણચોરી કરવામાં આવી રહેલ છે જેમા એક કપલ દુબઈ ખાતેથી સોનુ બેગમાં છુપાવી દાણચોરી કરી લાવેલ છે અને તે કપલ આ સોનાની ડીલેવરી આપવા જહાંગીરપુરા સાયન હજીરા રોડ ખાતે એક હોટલ ખાતે આવનાર છે. જે બાતમી આધારે એસ.ઓ.જી.,ના અધિકારી/માણસો સાયન હજીરા રોડ ઉપર મોડી રાત્રીના વોચ ગોઠવી સોનાની ડીલેવરીના સમયે રેઇડ પાડી દુબઇથી સોનાની દાણચોરી કરી લાવેલ આરોપી નઈમ મો. હનીફ સાલેહ ઉ.વ.૨૯, રહે. હાલ- મોસાલી ગામ વસરાવી ચોકડી વાંકલ રોડની બાજુમા તા. માંગરોળ જી. સુરત.,ઉમૈમા નઈમ સાલેહ ઉ.વ.૨૫, રહે.- મોસાલી ગામ વસરાવી ચોકડી વાંકલ રોડની બાજુમા તા. માંગરોળ જી. સુરત. તથા અર્ટીગા કાર લઈને સોનાની ડિલેવરી લેવા આવનાર અબ્દુલ સમદ ફારુક બેમાત ઉ.વ.૩૩ રહે.ઘર નં-૫૩ મસ્જીદ ફળીયુ શાહગામ પોસ્ટ મોસાલી વસરાવી ચોકડી વાંકલ રોડની બાજુમા તા. માંગરોળ જી. સુરત. અને ફિરોઝ ઇબ્રાઇમ નુર ઉ.વ.૪૮ રહે. ઘર નં-૧૧૮, વસરાવી ગામ તા.માંગરોળ, જી.સુરત વાળાને ઝડપી પાડી તેઓ પાસે રહેલ ચાર ટ્રોલી બેગની ઝીણવટ ભરી રીતે ઝડતી કરતા ટ્રોલી બેગની સાઇડમાં રેકજિનની નીચે સ્પ્રે વડે કેમીકલ મિક્સ કરી છુપાવીને દુબઈથી લાવેલ સોનાના પાવડરનું વજન ૯૨૭ ગ્રામ કિ.રૂ.,૬૪,૮૯,૦૦૦/- નો ઝડપી પાડી અન્ય મુદ્દામાલ મળી કુલ્લે કિ.રૂ.. ૭૬,૧૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આરોપીઓ એરપોર્ટ ઉપર ઈમીગ્રેશન સિક્યુરીટી માં પકડાઈ ન જાય તે માટે અવનવા કીમીયાઓ અજમાવતા હોય છે જેમા અગાઉ તેઓ સોનાને પ્રથમ પાવડર સ્વરૂપમાં બનાવી તેમા કેમીકલ મિક્ષ કરી લુગદ્દી સ્વરૂપમાં નાના-નાના પાઉચમાં ભરી તે પાઉચ શરીરમાં અન્ડર વિયરમાં તથા બુંટના તળીયામાં મુકી દાણચોરી કરતા હતા પરંતુ સને.૨૦૨૩માં સુરત શહેર એસ.ઓ.જી.દ્વારા આવી રીતે દાણચોરી કરતા ચાર ઇસમોને સોનાની પેસ્ટ વજન ૭.૧૫૮ કિ.ગ્રા. કિ.રૂ., ૪,૨૯,૪૮,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ તકનીક ઉજાગર કરતા દાણચોરો નવો કિમીયો અપનાવેલ જેમા તેઓ સોનાની પેસ્ટ બનાવી તેમાં કેમીકલ મિક્સ કરી તે કેમીકલયુક્ત સોનુ લિક્વીડ ફોર્મમા લાવી તેને ટ્રોલીબેગના બહારની સાઇડે આવેલ રેજીન તથા રબરની શીટની વચ્ચે સ્પ્રે કરી નવુ લેયર (પડ) બનાવેલ જે આધુનીક ઉપકરણ મેટલ ડીટેક્ટરમા પણ ડીટેક્ટ ન થાય તેવી રીતે સોનુ સંતાડી દાણચોરી કરવા લાગેલ જે ટેકનીક પણ સુરત શહેર એસ.ઓ.જી.,એ હ્યુમન સોર્સીસની મદદથી શોધી કાઢી ફરી એકવાર સોનાની દાણચોરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળેલ છે. આરોપીઓએ ભારત સરકારના કસ્ટમ વિભાગમાં એક્સાઈઝ ડયુટી ન ભરી સરકારને આર્થીક નુકસાન પોંહચાડવાનો ગુનો કરેલ છે.
મજકુર આરોપીઓ વિરુધ્ધમા નિચે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૭૨૪૦૪૮૩/૨૦૨૪ BNS કલમ ૩૩૮,૩૩૯, ૩૧૮(૪), ૬૧(૨) મુજબ. કબ્જે કરેલ મુદ્દામાલ ચાર ટ્રોલી બેગ,
દુબઈ ખાતેથી સ્મગલીંગ કરેલ રેકજીન કપડામા કેમીકલથી સ્પ્રે લગાડેલ ૯૨૭ ગ્રામ સોનુ જેની ४.३.७४,८८,०००, મોબાઇલ નંગ-૦૫ જેની કિ.રૂ.૧,૨૫,૦૦૦, પાસપોર્ટ નંગ-૦૨ તથા બોર્ડિંગ પાસ-૦૨, દુબઈ ખાતેથી સોનુ ખરીદ કરેલ હોવાનુ પ્રસ્થાપીત કરવા બનાવેલ બનાવટી બીલની નકલ નંગ-૦૨, એક અર્ટીગા ફોરવ્હિલ કાર જેની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ કુલ્લે મુદ્દામાલની કિ.રૂ.૭૬,૧૪,૦૦૦ બતાવવામાં આવી છે.