*એ.સી.બી ની સફળ ટ્રેપ *
ફરિયાદીના સબંધીને બાદલભાઇ નિલેશભાઇ ચોટલીયા એ ( અ. હે. કો, વર્ગ 3, પોલીસ હેડકવાર્ટર, જામનગર) અગાઉ દારૂની એક બોટલ સાથે પકડેલ જે અન્વયે આરોપી ફરીયાદી ને મળેલ અને કહેલ કે, તમારા સબંધીના કેસમાં વહીવટના રૂા.૧૫,૦૦૦/- આપવા પડશે તેમ કહેતા ફરીયાદી એ પોતાની પાસે સગવડતા ન હોય તેવુ જણાવતા આરોપીએ તેના બદલે ઘઉં તથા જીરાની માંગણી કરેલ પરંતુ ફરીયાદી એ આરોપીને તમારી રીતે ઘઉં લઇ લેવા જણાવતા આરોપીએ રૂ.૧૫,૦૦૦/- ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા જે અન્વયે એસીબી એ ૧૩/૦૪/૨૦૨૪ ના રોજ મોમાઇ હોટલ પાસે, રામેશ્વર ચોક, જામનગર લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન બાદલભાઇ એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂપિયા ૧૫,૦૦૦/- માંગી સ્વીકારી સ્થળ પર પકડાઈ જઈ ગુનો કર્યા બાબત.
ફરીયાદી:- એક જાગૃત નાગરીક.
આરોપી :
બાદલભાઇ નિલેશભાઇ ચોટલીયા, અ. હે. કો, વર્ગ 3, પોલીસ હેડકવાર્ટર, જામનગર.
ટ્રેપની તારીખ : ૧૩/૦૪/૨૦૨૪
લાંચની માંગણીની રકમ:
રૂ. ૧૫,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ:-
રૂ. ૧૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:-
રૂ. ૧૫,૦૦૦/-
ટ્રેપનુ સ્થળ:
મોમાઇ હોટલ પાસે, રામેશ્વર ચોક, જામનગર