અમદાવાદ, 01 જૂન, ઓબ્ઝર્વર અભિનવ ચંદ્રાએ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ચાર જૂનના રોજ સમગ્ર રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતગણતરી યોજાનાર છે. રાજ્યભરમાં મતગણતરી કેન્દ્રો તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.
ઓબ્ઝર્વર શ્રી ચંદ્રાએ ૭-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આગામી 4 જૂનના રોજ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ ખાતે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી થનાર છે.
આ મુલાકાત સમયે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહા ગુપ્તા અને ઝોન -૧ ડીસીપી શ્રી હિમાંશુ વર્મા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઓબ્ઝર્વરશ્રીએ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને મતગણતરી અંગેની વ્યવસ્થાઓ તથા સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ નિહાળી હતી તેમજ આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.