Spread the love

અમદાવાદ તા.18.ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી કેમ્પસ ખાતે કોમ્પ્રિહેન્સિવ ગ્લોસરી એન્જિનિયરિંગની ગુજરાતી આવૃત્તિ માટે સમિક્ષા બેઠક આયોજિત કરવામાં આવી.

જી.ટી.યુ. તરફ થી આજે જણાવ્યું કે પૂર્વ-પ્રકાશિત કોમ્પ્રિહેન્સિવ ગ્લોસરી એન્જિનિયરિંગની ગુજરાતી આવૃત્તિ માટે 13 થી 17 મેં દરમિયાન પાંચમી સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં શિવકુમાર ચૌધરીએ CSTT અને તેની વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી.આ બેઠકમાં એન્જિનિયરિંગ, ગુજરાતી અને સંસ્કૃત ભાષાઓના કુલ 19 નિષ્ણાતોએ ભાગ લીધો હતો અને લગભગ 8000 ગુજરાતી શબ્દોની સમિક્ષા કરી હતી.

આવી વારંવારની સળંગ બેઠકો દ્વારા લગભગ 50,000 સમકક્ષોની સમિક્ષા કરવામાં આવશે.નેશનલ એજ્યુકેશન પોલીસી -2020ના અમલીકરણમાં અને AICTEના અંગ્રેજી ભાષા સહિત ક્ષત્રિય ભાષામાં પ્રશ્નપત્ર તૈયાર કરવાની પોલીસીને પણ આ કોમ્પ્રિહેન્સિવ ગ્લોસરીથી ખૂબ વેગ મળશે.

આ અનુવાદ પ્રક્રિયા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો રાજુલ કે. ગજ્જર, કુલસચિવ ડો.કે.એન.ખેરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.આ બેઠકનું સંકલન પ્રા.કેદાર બધેકા,ડો.વિવેક પટેલ અને પ્રા.ગૌરવ વ્યાસ દ્વારા અને જીપીઈઆરઆઈના આચાર્ય ડો.ચિરાગ વિભાકરના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું.