અમદાવાદ, 16 મે, જાપાનના ટોક્યો ખાતે ટોક્યો મેટ્રોપોલિટન ગવર્મેન્ટ દ્વારા યોજાયેલ સુશી ટેક ટોક્યો 2024 સીટી લીડર્સ કોન્ફરન્સ અંતર્ગત મેયર શ્રી પ્રતિભાબેન જૈન તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મિરાંત પરીખ દ્વારા અમદાવાદ શહેરનું નેતૃત્વ કર્યું.
સરકારી સૂત્રો એ આજે જણાવ્યું કે 15 મે ના રોજ જાપાનના ટોક્યો ખાતે ટોક્યો મેટ્રોપોલિટન ગવર્મેન્ટ દ્વારા યોજાયેલ સુશી ટેક ટોક્યો 2024 સીટી લીડર્સ કોન્ફરન્સ અંતર્ગત મેયર શ્રી પ્રતિભાબેન જૈન તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મિરાંત પરીખ દ્વારા અમદાવાદ શહેરનું નેતૃત્વ કરતા શહેર દ્વારા ક્લાયમેટ ચેન્જ ને નાથવા માટે કરવામાં આવી રહેલ વિવિધ પ્રયત્નો જેવા કે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, ગ્રીન કવર ડેવલોપમેન્ટ, રીન્યુએબલ એનર્જી જનરેશન તથા યુટિલાઈઝેશન, ગ્રીન મોબિલિટી, નેટ ઝીરો એક્શન પ્લાન વગેરે વિષયો આવરી લેતું પ્રેઝન્ટેશન ડેલીગેટ્સને આપવામાં આવેલ. સદર કોન્ફરન્સ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ડોક્યુમેટ્રોપોલિટન ગવર્મેન્ટ વચ્ચે થયેલ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અંતર્ગત નોલેજ ટ્રાન્સફર નો ભાગ છે.
સદર મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વોટર રિસોર્સિસ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ તથા ટોક્યો મેટ્રોપોલિટન ગવર્મેન્ટ વચ્ચે કરવામાં આવેલ છે