અમદાવાદ, 05 જૂન, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે ભારતમાં નોવેલ ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ ડ્રગનું વેચાણ કરવા માટે ટકેડા ફાર્માસ્યુટિકલ્સ સાથે નોન-એક્સક્લુઝિવ પેટન્ટ લાઇસન્સિંગ કરાર કર્યા.
ટોરેન્ટના ડિરેક્ટર અમન મહેતાએ જણાવ્યું કે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (ટોરેન્ટ) એ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી કે કંપનીએ ભારતમાં વોનોપ્રાઝનનું વેચાણ કરવા માટે ટકેડા સાથે બિન-વિશિષ્ટ પેટન્ટ લાઇસન્સિંગ કરાર કર્યો છે. વોનોપ્રાઝન એ નોવેલ પોટેશિયમ-કોમ્પિટિટિવ એસિડ બ્લોકર (P-CAB) છે, જેનો ઉપયોગ એસિડ સંબંધિત વિકૃતિઓ – ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ (GERD) ની સારવાર માટે થાય છે. આ કરાર મુજબ ટોરેન્ટ પોતાના ટ્રેડમાર્ક, કબવી (Kabvie) હેઠળ વોનોપ્રાઝનનું વેચાણ કરશે.
વર્ષ 2019 માં ઈન્ડિયન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સ્ટડી રિપોર્ટ મુજબ ભારતીય વસ્તીમાં GERD નો વ્યાપ લગભગ 8.2% છે, જે શહેરી વસ્તીમાં લગભગ 11.1% જેટલો વધારે છે. AWACS MAT એપ્રિલ-2024 ના ડેટા મુજબ ભારતીય ચિકિત્સા માર્કેટમાં GERD ની સારવાર પાછળ થતો ખર્ચ રૂપિયા 8,064 કરોડ જેટલો છે. જે છેલ્લા 4 વર્ષમાં 8% CAGR ના દરે વધી રહ્યો છે. હાલમાં પેન્ટોપ્રાઝોલ (પ્રોટોન પંપ ઇન્હિબિટર્સ) જેવી સારવારનો ઉપયોગ GERD ની સારવાર માટે થાય છે. ત્યારે કબવી જેવા P-CAB ની ઉપલબ્ધતા ભારતીય વસ્તી માટે GERD ની નવી અને અસરકારક સારવાર સુલભ બનાવશે.
આ કરાર અંગે માહિતી આપતા ટોરેન્ટના ડિરેક્ટર અમન મહેતાએ જણાવ્યું હતું કે, “અમને ભારતીય દર્દીઓ માટે આ નવીન સારવારનું વેચાણ કરવામાં આનંદ થાય છે. મને વિશ્વાસ છે કે કબવી (Kabvie)નું લોન્ચિંગ GERD ના રોગની સારવારને અસરકારક બનાવશે અને સારવારના આર્થિક બોજને ઘટાડવામાં મદદ કરશે. સાથે જ ભારતીય ફાર્માસ્યુટિકલ માર્કેટમાં અગ્રણી કંપની તરીકેની અમારી હાજરીનો વ્યાપ વધારવાની સાથે, અમારા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ તકોને વધુ મજબૂત બનાવશે.”
ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ અંગે માહિતી: ટોરેન્ટ ફાર્મા ₹40,000 કરોડથી વધુની આવક ધરાવતા ટોરેન્ટ ગ્રુપની મુખ્ય કંપની છે. જેની વાર્ષિક આવક ₹10,700 કરોડથી વધુની છે. ભારતીય ફાર્માસ્યુટિકલ્સ માર્કેટમાં ટોરેન્ટ ફાર્મા 5માં ક્રમની સૌથી મોટી કંપની છે અને કાર્ડિયોવેસ્ક્યુલર (CV), ગેસ્ટ્રો ઈન્ટેસ્ટીનલ (GI), સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (CNS), વિટામિન્સ મિનરલ્સ ન્યુટ્રિશનલ્સ (VMN) અને કોસ્મો-ડર્મેટોલોજી ચિકિત્સા વિભાગોમાં ટોચના 5 માં સ્થાન ધરાવે છે.
આ વિશેષતા-કેન્દ્રિત કંપની છે જેની ભારતમાં 74% થી વધુ આવક ક્રોનિક અને સબ-ક્રોનિક થેરાપીઓમાંથી આવે છે. કંપની 50+ દેશોમાં પોતાની ઉપસ્થિતી ધરાવે છે અને બ્રાઝિલ તેમજ જર્મનીમાં કાર્યરત ભારતીય ફાર્મા કંપનીઓમાં નંબર 1 કંપની છે. ટોરેન્ટ ફાર્મા પાસે 8 ઉત્પાદન કેન્દ્રો છે, જેમાંથી 5 યુએસએફડીએ માન્ય છે. સ્થાનિક અને વિદેશી બજારમાં કંપનીએ સંશોધનને વિકાસનો આધાર બનાવ્યો છે, કંપનીએ 750+ વૈજ્ઞાનિકોને રોજગારી આપવાની સાથે અત્યાધુનિક R&D ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે R&D ક્ષમતાઓમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.