Spread the love

ગાંધીનગર, 09 જુલાઈ, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક્રેડિટેશન નિયમો અંગેની રાષ્ટ્રીય કક્ષાની પેટા સમિતિ હાલ ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે છે.
દરમિયાન મંગળવારે આ સમિતિના સભ્યોએ રાજ્યના માહિતી નિયામક સહિતના માહિતી ખાતાના અધિકારીઓ તેમજ ગુજરાત પ્રેસ એક્રેડિટેશન સલાહકાર સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી હતી.

આ દરમિયાન સમિતિએ ગુજરાત રાજ્યમાં પત્રકારો માટેના એક્રેડિટેશન કાર્ડ અંગેના નિયમોની વિગતવાર માહિતી મેળવી, આ અંગે વિશદ ચર્ચા કરી હતી. તદુપરાંત, ગુજરાત પ્રેસ એક્રેડિટેશન સલાહકાર સમિતિ તેમજ સ્થાનિક પત્રકારો પાસેથી સૂચનો મેળવ્યા હતા, જ્યારે સમિતિ દ્વારા કેટલાંક જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યાં હતાં.