અમદાવાદ, 17 મે, માઇક્રોબાયલ દૂષણ ઘટાડવા અને તેનો ઉપયોગ ગ્રાહક માટે હાનિકારક હોવાની ગેરસમજને દૂર કરવા માટે મસાલાના સ્ટરિલાઇઝેશન માટે એથિલીન ઓક્સાઇડ ( EtO) ના ઉપયોગ અંગે ફેડરેશન ઓફ ઈન્ડિયન સ્પાઇસ સ્ટેકહોલ્ડર્સનું સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે EtO એ જંતુનાશક નથી. EtO એ સ્ટરિલાઇઝિંગ એજન્ટ છે
ભારત વિશ્વના મસાલાના વાટકા તરીકે જાણીતો છે. ભારત મસાલાની બાબતે વિશ્વનો અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર દેશ છે અને મસાલાના નિકાસના વેપારમાં મહત્વનો હિસ્સેદાર દેશ છે. 2023-24માં (ફેબ્રુઆરી 2024 સુધી) દેશે 3.67 અબજ યુએસ ડોલરના મસાલાની નિકાસ કરી હતી (સ્ત્રોતઃ ડીજીસીઆઈએન્ડએસ, આરબીઆઈ). પોતાની ઉત્કૃષ્ટ ગુણવત્તા, સુગંધ, સ્વાદ અને ઔષધીય ગુણોના લીધે ભારતીય મસાલાનું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઊંચું મૂલ્ય મળે છે.
મસાલાના સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકાર તરીકે ભારતના મહત્વને ભોજનમાં એથિલીન અવશેષોના લીધે તાજેતરમાં નિકાસ પાછી લેવાના લીધે નુકસાન પહોંચ્યું છે. ઇથિલીન ઓક્સાઇડ અને મસાલા તથા મસાલાની પ્રોડક્ટ્સ પર તેના ઉપયોગને લગતા હવે અનેક અહેવાલો જોવા મળે છે.
સૌપ્રથમ અમે ગ્રાહકો અને સંબંધિત તમામ લોકોને ખાતરી આપવા માંગીએ છીએ કે EtO એ જંતુનાશક નથી. EtO એ સ્ટરિલાઇઝિંગ એજન્ટ છે જેનો ઉપયોગ મસાલા અને ફૂડ પ્રોડક્ટ્સમાં સેલ્મોનેલા, ઇ કોલી, વગેરે જેવા જીવલેણ પેથોજેન્સ સહિત માઇક્રોબાયલ તત્વોને સામેલ કરવા/ઘટાડવામાં થાય છે.
EtOનો ઉપયોગ હીટ-સેન્સિટિવ મેડિકલ ડિસ્પોઝેબલ્સ જેમ કે સિરીંજ, કેથેટર્સ વગેરેને સ્ટરિલાઇઝ કરવા માટે પણ થાય છે. વૈશ્વિક સ્તરે વપરાતા ડિસ્પોઝેબલ મેડિકલ ડિવાઇસીસમાંથી લગભગ 50% EtO દ્વારા સ્ટરિલાઇઝ કરવામાં આવે છે. સૌથી વધુ સંવેદનશીલ એવા દર્દીઓના કિસ્સામાં પણ તેના ઉપયોગને મંજૂરી આપવામાં આવે છે.
EtO અંગે વધુ વિગતવાર જણાવીએ તો તે રંગહીન ગેસ છે અને તે વર્સેટાઇલ બિલ્ડીંગ બ્લોક કેમિકલ છે જેનો ઉપયોગ રોજબરોજની અસંખ્ય પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે થાય છે અને તેના વિવિધ ઉપયોગો છે, ઇવી બેટરીના વિકસાવવામાં, કુદરતી ગેસ શુદ્ધિકરણમાં તેની મહત્વની ભૂમિકા છે કારણ કે તેલ અને ગેસના કૂવામાં ડ્રિલિંગમાં તેના ડેરિવેટિવ્ઝનો ઉપયોગ થાય છે.
સ્ટીમ સ્ટરિલાઇઝેશન અને ઇરેડિયેશન સાથે સરખામણી કરતાં, EtO સ્ટરિલાઇઝેશનને અમેરિકા, કેનેડા, સિંગાપોર અને અન્ય દેશો સહિત વિવિધ મહત્તમ સ્તરે ઘણા દેશોમાં મંજૂરી આપવામાં આવી છે કારણ કે ઉપરોક્ત પ્રોડક્ટ સલામત અને પેથોજેન્સ અને બેક્ટેરિયલ દૂષણથી મુક્ત છે.
