Spread the love

અંકુર કુમાર એસ્સાર પાવરના રિન્યૂએબલ્સ ડિવિઝનના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર નિમાયા

 

ભારતના પ્રથમ ખાનગી ક્ષેત્રના સ્વતંત્ર પાવર ઉત્પાદક એવા એસ્સાર પાવર લિમિટેડ દ્વારા તેના રિન્યૂએબલ્સ ડિવિઝન માટે અંકુર કુમારની ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર પદે નિમણુંક કરાઈ છે. અંકુર એસ્સાર ગ્રુપના ગ્રીન એનર્જી તરફના ટ્રાન્સીશનની નેમને વેગ આપવા તથા ભારતમાં રીન્યૂએબલ ઈકોસિસ્ટમ મજબૂત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

 

રીન્યૂએબલ એનર્જી તથા સાર્વજનિક માળખાકીય ક્ષેત્ર સાથે ૨૪ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા અંકુર કુમાર તેમના બહોળા જ્ઞાન અને કુશળતા સાથે ગ્રુપને મહત્વનો ફાળો આપશે. અગાઉ એકમે સોલાર હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ તરીકે કાર્યરત અંકુર કુમારે તે કંપનીના ગ્રીન હાયડ્રોજન અને અમોનિયા ક્ષેત્રે વ્યૂહાત્મક અને ભૌગોલિક વિસ્તરણમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

 

તેમના આ નવા કાર્યક્ષેત્રમાં તેઓ એસ્સાર પાવર બોર્ડ અને એસ્સારના અનુભવી નેતૃત્વ સાથે સંયોજન કરશે. આ સંયોજન દ્વારા એસ્સારની સઘળી ટીમ રિન્યૂએબલ ઉર્જા ક્ષેત્રે એક મજબૂત પોર્ટફોલિયો બનાવવા અને તે માટે જરૂરી માનવ સંસાધન એકત્ર કરી એસ્સાર પાવરની ગ્રીન એનેર્જીની પહેલને વધુ વેગવાન બનાવવા તરફ કાર્યરત થશે.

 

આ નિમણુંક અંગે પ્રતિક્રિયા આપતા એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રુઇયાએ જણાવ્યું કે “એસ્સાર ગ્રુપ તેના તમામ કાર્યક્ષેત્રોને ગ્રીન બનાવવાના વિઝન તરફ ખુબ ગતિશીલ છે. અંકુર કુમાર અમારી સાથે જોડાતા, અમો અમારી રીન્યૂએબલ ક્ષેત્રની યોજનાઓને વધુ વેગથી આગળ વધારીશું. તેમનો બહોળો અનુભવ અને કુશળ નેતૃત્વ એસ્સાર પાવરને વધુ સસ્ટેનેબલ ભવિષ્ય તરફ આગળ ધપાવવામાં સહયોગી બનશે.”

 

એસ્સાર પાવરના સીઈઓ અંકુર કુમારે જણાવ્યું કે “હું એસ્સાર પાવર સાથે કાર્યરત થઇ રીન્યૂએબલ એનર્જી સોલ્યુંસન્સ દ્વારા ઉત્કૃષ્ટ ભવિષ્યના નિર્માણની આ સફર માટે અતિ ઉત્સાહિત છું. અમારા આ સામુહિક પ્રયત્નો આવનારી પેઢીઓ માટે હકારાત્મક બદલાવ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.”

 

ટીબીઈએ ઝીનજિઆંગ સુનાઓસીસ કંપની લિમિટેડ ખાતે તેમનો નેતૃત્વ કાર્યકાળ તેમની વ્યાપારિક ઉદ્દેશ્યોની પ્રાપ્તિની, ઉચ્ચ કાર્યક્ષમ ટીમના નિર્માણ અને સંચાલન તથા સમય અને બજેટની અંદર પ્રોજેક્ટસ પુરા કરવાની કુશળતા દર્શાવે છે.

 

અંકુર કુમાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્દોરના પૂર્વ વિદ્યાર્થી છે જ્યાં તેઓએ ફાઇનાન્સ અને સ્ટ્રેટેજી વિષયમાં એમબીએની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીની બેચલર ઓફ કૉમેર્સની ડિગ્રી પણ ધરાવે છે.