અમદાવાદ, 21 જૂન, અદાણી અમદાવાદ મેરેથોનની આઠમી આવૃત્તિ 24 નવેમ્બરનાં રોજ યોજાશે.
અદાણી અમદાવાદ મેરેથોન તરફ થી જણાવવામાં આવ્યું કે ગુજરાત જાયન્ટ્સનાં કબડ્ડી ખેલાડીઓ અને ક્રિકેટર્સ સ્પોર્ટ્સની ભવ્ય ઉજવણીનાં માહોલ વચ્ચે પોતાના નિયમિત ટ્રેકને બદલે એથ્લેટિક્સ ટ્રેક પર ઉતર્યા. આ સમય હતો અદાણી અમદાવાદ મેરેથોનની આઠમી એડિશનની તારીખની જાહેરાતનો. અમદાવાદની સૌથી વધુ રાહ જોવાતી ઈવેન્ટ્સમાંથી એક અદાણી અમદાવાદ મેરેથોનની આઠમી આવૃત્તિ 24 નવેમ્બરનાં રોજ યોજાશે. આ વર્ષે મેરેથોનનો પ્રારંભ અને અંત સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે થશે.
આ મેરેથોનની પૂર્વ તૈયારી પ્રસંગે આર્મીથી લેફ્ટનન્ટ કર્નલ સુરેન્દ્ર જે, અદાણી સ્પોર્ટ્સલાઈનનાં સીબીઓ સંજય અદેસરા, ગુજરાત જાયન્ટ્સ ટીમની ખેલાડીઓ તનુજા કંવર અને કાશ્વી ગૌતમ તથા ગુજરાત જાયન્ટ્સ કબડ્ડી ટીમના ખેલાડીઓ પ્રતિક દહિયા, હેડ કોચ રામ મેહર સિંઘ અને આસિસ્ટન્ટ કોચ સુંદરમે અદાણી સ્પોર્ટ્સ લાઈન સાબરમતી રિવરફ્રન્ટ પાર્ક ખાતે આયોજીત રેસમાં ભાગ લીધો હતો.
સાબરમતી રિવરફ્રન્ટ પાર્ક ખાતેની અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમીમાં ભણતા બાળકો દ્વારા આ રેસને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું. દોડવીરોને અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમીઝનાં યુવા એથ્લિટ્સ દ્વારા ચિયર કરવામાં આવ્યું.
24 નવેમ્બરે યોજાનાર મેરેથોનમાં ભાગ લેનારા લોકો ફુલ મેરેથોન (42.195 કિ.મી.), હાફ મેરેથોન (21.097 કિ.મી.), 10 કિ.મી. દોડ અને 5 કિ.મી. દોડની કેટેગરીમાં ભાગ લઈ શકશે. અદાણી અમદાવાદ મેરેથોન ને એસોસિએશન ઓફ ઈન્ટરનેશનલ મેરેથોન અને ડિસ્ટન્સ રેસથી માન્યતા મળેલી છે, મેરેથોનનો પ્રથમવાર કોર્સ 2023માં બદલાયો છે, જેને આ વખતે જાળવી રાખવામાં આવ્યો છે. આ ટ્રેક પરથી દોડતા સમયે ગત વખતની જેમ આ વખતે પણ શહેરનાં ઐતિહાસિક સ્થળો જેમકે, અટલ બ્રિજ, ગાંધી આશ્રમ અને એલિસ બ્રિજ જોવા મળશે.
આ મેરેથોન ઈવેન્ટ દરેકને મેડલ જીતવાની તક આપવા સાથે દેશના સુરક્ષાદળોનાં વેલફેર ફંડ માટે દાન આપવાની તક પણ આપે છે. મેરેથોનની સાથે સ્થળ પર આર્મી દ્વારા દેશનાં સુરક્ષાદળ સાથે યુવાઓને જોડવવા પ્રેરિત કરવા માટે વિશેષ શૉનું આયોજન કરશે. દરવર્ષે રજીસ્ટ્રેશનમાં વધારો થઈ રહ્યો છે, મેરેથોન હેલ્ધી લાઈફસ્ટાઈલ પ્રમોટ કરવાની સાથે લોકોનું જીવનધોરણ ઊંચુ લાવવા માટેનું દ્રષ્ટિકોણ ધરાવે છે.
અદાણી એન્ટરપ્રાઈસિસનાં ડિરેક્ટર પ્રણવ અદાણીએ આ વિશે જણાવ્યું કે,”અમને અદાણી અમદાવાદની આઠમી આવૃત્તિને લોકો તરફ રજૂ કરતા આનંદ થઈ રહ્યો છે. તે અમદાવાદી લોકોનાં હૃદય અને તેમના કેલેન્ડરમાં વિશેષ સમયનો ભાગ બની ચૂકી છે. આ મેરેથોને ટીમ વર્ક, મજબૂત મનોબળ સહિતની બાબતો માટે દ્રષ્ટાંત પુરું પાડ્યું છે. મેરેથોન માટેનો ઉત્સાહ અને રોકાણ ઉપરાંત સુરક્ષાદળોને પડખે રહેવાનો હેતુ સ્પષ્ટ જોવા મળે છે. આ ઉત્સાહ અને પ્રેમ અન્ય રાજ્યોનાં વધતા ખેલાડીઓ થકી પણ જોવા મળે છે. જે અમને દરવર્ષે વધુ આગળ વધવા અને મોટા આયોજન માટે પ્રેરિત કરે છે.”