Spread the love

અમદાવાદ, 16 જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં એએમએ દ્રારા જાપાનીઝ વર્ક કલ્ચર: ધ સુઝુકી વે” વિષય પર આજે સિમ્પોઝિયમ આયોજિત કરવામાં આવ્યું.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) તરફથી જણાવવામાં આવ્યું કે એએમએ ના જાપાન કેન્દ્રોએ ગુજરાતને ભારતનું મિની-જાપાન બનાવવાના વિઝન અને મિશનને સાકાર કરીને વર્ષોથી એક અનન્ય ઓળખ ઊભી કરેલ છે. ભારતમાં સૌપ્રથમ વખત, એએમએ દ્રારા જાપાન કેન્દ્રોનાં નેજા હેઠળ “જાપાનીઝ વર્ક કલ્ચર: ધ સુઝુકી વે” વિષય પર સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં જાપાનીઝ બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીઝની પ્રોસેસ તથા વર્ક કલ્ચર વિશે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર અને હામામાત્સુ શહેરથી ગુડવિલ ડેલિગેશનની મુલાકાત યોજવામાં આવી હતી કે જ્યાંથી સુઝુકી મોટરની શરુઆત થઇ હતી અને ઔઘોગિક ઈતિહાસમાં હામામાત્સુ શહેર એક આગવી ઓળખ ધરાવે છે.
ઓટોમોબાઈલ ક્ષેત્રમાં સુઝુકી મોટરના વ્યવસાયની સફર શિઝુઓકા પ્રીફેક્ચરના હામામાત્સુ શહેરમાં સુઝુકી મોટર કોર્પોરેશન તરીકે શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારતમાં ૧૯૮૨માં મારુતિ સુઝુકી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ તરીકે લોન્ચ કરવામાં આવી હતી. સુઝુકી મોટર ગુજરાતની શરૂઆત ૨૦૧૭માં ગુજરાતમાં થઈ હતી.
સુઝુકી મોટર (જાપાન), મારુતિ સુઝુકી (ભારત), સુઝુકી મોટર ગુજરાતના બિઝનેસ ક્ષેત્રનાં અગ્રણી લીડર્સ દ્રારા બિઝનેસ અને વર્ક કલ્ચર પ્રેક્ટિસ થકી “જાપાનીઝ વર્ક કલ્ચર: ધ સુઝુકી વે” વિષય પર સિમ્પોસિયમને સંબોધન કરવામાં આવ્યું હતું અને જાપાનીઝ બીઝનેસ સંસ્કૃતિમાં રહેલા સફળતાના રહસ્યોને લોકો સમક્ષ રજુ કર્યા હતાં.
આ પ્રસંગે ગુજરાત ખાતેના જાપાનના માનદ કોન્સલ મુકેશ પટેલ, પ્રમુખ, ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન, ગુજરાત સ્વાગત પ્રવચન આપ્યું હતું અને ભારતમાં જાપાનના દૂતાવાસનાં ફર્સ્ટ સેક્રેટરી, METI (અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ મંત્રાલય) જુનિચિરો સુઝુકી મુખ્ય પ્રવચન આપ્યું હતું. જેટ્રો અમદાવાદના ડાયરેક્ટર જનરલ યુ યોશિદા “ગુજરાતમાં જાપાનીઝ રોકાણને પ્રોત્સાહન આપવામાં જેટ્રોની ભૂમિકા” વિષય પર સંબોધન કર્યું હતું. ડૉ. મનીષ શાહ, જનરલ મેનેજર (ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ EoDB), ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન બ્યુરો (iNDEXTb), ગાંધીનગર “ગુજરાત-જાપાન – દ્રિપક્ષીય આર્થિક સંબંધોનો વિકાસ” વિષય પર સંબોધન કર્યું હતું.
શિઝુઓકા પ્રિફેકચરલ એસેમ્બલીના સભ્ય અને શિઝુઓકા પ્રિફેક્ચરલ એસેમ્બલીમાં ઈન્ડિયા જાપાન ફ્રેન્ડશિપ પાર્લામેન્ટ લીગના સેક્રેટરી જનરલ અત્સુયુકી રાચીની આગેવાની હેઠળ શિઝુઓકા પ્રીફેક્ચરલ એસેમ્બલી સભ્યો અને રિજનલ ડિપ્લોમસી એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ ડિવિઝન, જેટ્રો અને હામામાત્સુ સિટી ઈન્ડસ્ટ્રીયલ પ્રમોશન ડિવિઝનના અધિકારીઓ સિમ્પોઝિયમમાં જોડાયા હતાં અને સહભાગીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. અતિથિઓ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમિત ઠાકર, ધારાસભ્ય વેજલપુર સન્માન કાર્યક્રમમાં જોડાયા હતા અને ભારત-જાપાન મિત્રતાને પ્રોત્સાહન આપવા માટે સદ્ભાવના પ્રતિનિધિમંડળને સંબોધિત કર્યું હતું.