Spread the love

અમદાવાદ, 24 મે, અમદાવાદમાં જનસેવા કેન્દ્રોમાં હાલનો સમય ૧૦:૩૦થી ૬:૧૦ના બદલે આગામી એક અઠવાડિયા સુધી સવારના ૯:૩૦થી સાંજના ૬:૧૦ સુધીનો રહેશે.
હવામાન વિભાગ દ્વારા હાલમાં હીટવેવ અનુસંધાને રાજ્યમાં જિલ્લાઓને યેલો એલર્ટ તથા ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ નિવાસી અધિક  કલેકટરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, અમદાવાદ જિલ્લાનો ઓરેન્જ એલર્ટમાં સમાવેશ થયો છે. એટલું જ નહીં ઉષ્ણ લહેરની ચેતવણી પણ આપવામાં આવી છે, જેથી જાહેર જનતા વિષયક કામગીરી સબંધે આગામી એક અઠવાડિયા માટે જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સવારે એક કલાક વહેલાં ખૂલશે.
જનસેવા કેન્દ્રોમાં હાલનો સમય ૧૦:૩૦થી ૬:૧૦ના બદલે આગામી એક અઠવાડિયા માટે સવારના ૯:૩૦ થી ૬:૧૦ સુધી નક્કી કરવામાં આવ્યો છે.
સબંધિત જાહેર જનતા તથા અધિકારી/કર્મચારીઓએ આ સમયગાળાની નોંધ લેવા અને કામ કરતા કર્મચારીને સુચના પણ આપવામાં આવી છે.