ગુજરાત રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત આગામી તા.07/05/2024ના રોજ મતદાન યોજાનાર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 8- અમદાવાદ (પશ્ચિમ)(અ. જા.) સંસદીય મતવિભાગમાં ચૂંટણી કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે શ્રી પુનિત યાદવ (IAS)ને ચૂંટણી નિરીક્ષક તરીકે નિમવામાં આવ્યા છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના અનુસંધાને જાહેર જનતા તથા ઉમેદવારોને 8- અમદાવાદ(પશ્ચિમ) (અ. જા.) સંસદીય મતવિભાગને લગતી ચૂંટણી પ્રક્રિયા અંગે કોઈ પણ સમસ્યા હોય તો તેઓ ચૂંટણી નિરીક્ષકશ્રીને મળીને નિરાકરણ મેળવી શકે છે. તેમના સંપર્ક માટે મોબાઈલ નંબર-9328560431, ટેલિફોન નંબર-079-29651225 (કંટ્રોલ રૂમ નંબર- 079-296511289)
છે.
ચૂંટણી નિરીક્ષકશ્રીને રૂમ નં-202, સર્કિટ હાઉસ, એનેક્ષી, શાહીબાગ, અમદાવાદ ખાતે બપોરે 4.00થી 5.00 કલાક દરમિયાન મળી શકાશે, જેની જાહેર જનતા તથા ઉમેદવારોએ નોંધ લેવા 8-અમદાવાદ (પશ્ચિમ)(અ. જા.) સંસદીય મતવિભાગના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
અમદાવાદ પશ્ચિમ (અ.જા.) લોકસભા બેઠક પર ચૂંટણી પ્રક્રિયાને લગતા પ્રશ્નો અંગે જાહેરજનતા તથા ઉમેદવારો ચૂંટણી નિરીક્ષકશ્રી સમક્ષ રજૂઆત કરી શકશે
8-અમદાવાદ(પશ્ચિમ) (અ. જા.) બેઠકની ચૂંટણી કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે શ્રી પુનિત યાદવ(IAS)ને ચૂંટણી નિરીક્ષક તરીકે નિમાયા છે
અમદાવાદ પશ્ચિમ (અ. જા.) લોકસભા બેઠકના ચૂંટણી નિરીક્ષકશ્રીને સર્કિટ હાઉસ,એનેક્ષી,અમદાવાદ ખાતે બપોરે 4.00થી 5.00 કલાક દરમિયાન મળી શકાશે