અમદાવાદ પૂર્વ બેઠક માટે આજે પાંચ ફોર્મ રજૂ કરાયા
તા. ૧૯/૦૪/૨૦૨૪ સુધી રજાના દિવસ સિવાય સવારે ૧૧.૦૦થી બપોરે ૩.૦૦ વાગ્યા દરમિયાન કોરા ઉમેદવારી પત્ર મળશે
લોકસભા ચૂંટણીની ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અમદવાદની બે બેઠકો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ માટે અત્યાર સુધીમાં કુલ ૧૪૫ ફોર્મ ઉપડ્યા છે. જે પૈકી અમદાવાદ પૂર્વમાં કુલ ૮૯ ફોર્મ ઉપડ્યા, જ્યારે અમદવાદ પશ્ચિમ માટે ૫૬ ફોર્મ ઉપડ્યા. જેમાંથી અમદાવાદ પૂર્વ બેઠક માટે બે પક્ષના ઉમેદવારોએ કુલ પાંચ ફોર્મ રજૂ કર્યા છે, જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પર હજુ એ કપણ ફોર્મ રજૂ થયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૭ – અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ માટે જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૭ અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) અમદાવાદને ચૂંટણી અધિકારી, ૭- અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદની ચેમ્બર, પહેલો માળ, જિલ્લા પંચાયત કચેરી, ભદ્ર, લાલ દરવાજા, અમદાવાદ સમક્ષ તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે.
જ્યારે ૮ – અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ માટે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર જમીન સુધારણા અમદાવાદ રૂમ નં.૧૦૮, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ સમક્ષ તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે.
આ ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી આગામી તા.૨૦/૦૪/૨૦૨૪ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે અને તા.૨૨/૦૪/૨૦૨૪ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. એટલે કે તારીખ ૨૨ એપ્રિલના સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.