અમદાવાદ, 12 જુલાઈ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા સીએફઓ, ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ ક્ષેત્રના લીડર્સ માટે દ્રિતિય સીએફઓ ફોરમનું આજે “ઈએસજી કમ્પ્લાયન્સ એન્ડ રિપોર્ટિંગ” વિષય પર આયોજન કરવામાં આવ્યું હતું.
ડૉ. સાવન ગોડિયાવાલા, પીએચડી, સીએ, એલએલબી, એન્જલ ઈન્વેસ્ટર, સ્ટાર્ટ-અપ મેન્ટર, આઈઆઈએમએ અને આઈઆઈટી ગાંધીનગરના વિઝિટિંગ પ્રોફેસર, અને એએમએના પ્રમુખે સીએફઓ ફોરમના માસ્ટર ક્લાસ થકી સહભાગીઓને પ્રેરણા આપી હતી અને શ્રી શૈલેષ ત્યાગી, ક્લાઈમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબિલિટી લીડર, ડેલોઈટ દક્ષિણ એશિયા; અને સુશ્રી અમિષી કાપડિયા, પાર્ટનર, ડેલોઈટ દક્ષિણ એશિયા પણ સહભાગીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારની ઈએસજી માટેની પહેલના સમર્થન માટે કરવામાં આવ્યું હતું અને પ્રતિષ્ઠિત કંપનીના સીએફઓ, ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ ક્ષેત્રના લીડર્સ આ ફોરમમાં જોડાયા હતા.