Spread the love

અમદાવાદ, 18 મે, એએમએની ૨૨મી વાર્ષિક એચઆર કોન્ફરન્સ “ક્રિએટીંગ વેલ્યુ ફોર બિઝનેસ થ્રુ એચઆર” થીમ પર જાણીતા એચઆર પ્રેક્ટિશનરો દ્રારા શનિવાર ના રોજ યોજવામાં આવી હતી.
એએમએ તરફ થી જણાવવામાં આવ્યું કે આઈઆઈએમ અમદાવાદના એલ્યુમની અને થોમસ એસેસમેન્ટ પ્રા. લિ., માર્કેટ સર્ચ ઇન્ડિયા અને પીપલ મેટ્રિક્સ પ્રા. લિ.નાં સ્થાપક અને ડાયરેક્ટર શ્રી. સુંદરા રાજને “ક્રિએટીંગ વેલ્યુ બાય કોન્ટ્રીબ્યુશન ટુ બિઝનેસ સ્ટ્રેટેજી” વિષય પર કી-નોટ એડ્રેસ રજૂ કર્યું હતું અને જણાવ્યું હતું કે બિઝનેસ સ્ટ્રેટેજી કેવી રીતે એચ આર સ્ટ્રેટેજી સાથે સંલગ્ન કરીને બિઝનેસમાં વેલ્યુનું સર્જન કરી શકાય છે. આ ઉપરાંત, એએમએ એજીલીટી ઇન્ડેક્સ વિજેતાઓનું બહુમાન  કરતા જણાવ્યું હતું કે આજના સમયમાં એજીલીટી અનિવાર્ય છે.


જે.હિરાણી એન્ડ અસોસિયેટસ દ્રારા “એએમએ એજીલીટી ઇન્ડેક્સ ૨૦૨૩-૨૪: પ્રોસેસ એન્ડ ઓવરવ્યુ” પર ઊંડાણમાં માહિતી આપવામાં આવી હતી. જાણીતા એચઆર પ્રેક્ટિશનર દ્રારા ‘ક્રિએટીંગ વેલ્યુ બાય કલ્ટીવેટીગ કલ્ચર, વેલ્યુઝ એન્ડ લીડરશીપ’, ‘ક્રિએટીંગ વેલ્યુ બાય મેનેજિંગ ટેલેન્ટ એન્ડ પેર્ફોર્મન્સ’, અને ‘ક્રિએટીંગ વેલ્યુ બાય ડ્રાઇવિંગ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ વિષયો પર સંબોધન કરવામાં આવ્યું હતું અને ૧૫૦ જેટલાં સહભાગી સાથે વાર્તાલાપ કર્યો હતો. શ્રી મનીષ અડવાણી, સ્થાપક અને સીઈઓ MIMO પોટેન્શિયો, એવોર્ડ વિજેતા સ્ટોરી ટેલર, TEDx સ્પીકરે વેલેડિક્ટરી સેશન સંબોધ્યું હતું. કોન્ફરન્સનું સંકલન શ્રી કમલકુમાર ડબાવાલા, સ્થાપક અને સીએમડી, કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રા. લિ., એલ એન્ડ ડી / એચઆર બિઝનેસ કન્સલ્ટન્ટ દ્રારા કરવામાં આવ્યું હતું.