Spread the love

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા જણાવવામાં આવ્યું કે ૧૫મી એપ્રિલથી ૧૫જૂન, ૨૦૨૪ દરમિયાન ૪થી ૨૪ વર્ષની વય-જૂથના શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે અમેઝિંગ સમર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપના ભાગરૂપે, અમુક વર્કશોપ ખાસ કરીને જાપાનીઝ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે આયોજીત કરવામાં આવી છે. એએમએ દ્રારા ૧૬થી ૨૨ મે, ૨૦૨૪ દરમ્યાન જાપાનીઝ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાને લગતા નીચે મુજબના વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે:
ગુરુવાર૧૬ મે ૨૦૨૪ (સવારે ૧૦:૦૦થી સાંજે ૫:૦૦સુધી)
જાપાનીઝ સંસ્કૃતિ અને પરંપરાનો પરિચય
શુક્રવાર૧૭ મે ૨૦૨૪ (સવારે ૧૦:૦૦થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી)
કાઈઝેન: સતત સુધારણા અને શીખવાની આદતો કેળવવી
શનિવાર૧૮ મે ૨૦૨૪ (સવારે ૧૦:૦૦થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી)
5S – સ્વયં અને આસપાસનું આયોજન: શ્રેષ્ઠતાનો માર્ગ
સોમવાર૨૦ મે ૨૦૨૪ (સવારે ૧૦:૦૦થી સાંજે ૫:૦૦સુધી)
જાપાનીઝ ભાષાનો પરિચય (હિરાગાના, કાતાકાના) 
મંગળવાર૨૧ મે ૨૦૨૪ (સવારે ૧૦:૦૦થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી)
જાપાનીઝ  કેલિગ્રાફી
બુધવાર૨૨ મે ૨૦૨૪ (સવારે ૧૦:૦૦થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી)
જાપાનીઝ પેપર ક્રાફ્ટ વર્કશોપ (ઓરિગામિ, કિરિગામિ)
આ શ્રેણી ખાસ કરીને ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા, સમજણને પ્રોત્સાહન આપવા માટે આયોજીત કરવામાં આવી છે.પ્રવેશ: રજીસ્ટ્રેશન દ્વારા સ્થળ:અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન.