અમદાવાદ, 06 જુલાઈ, એચઓસી વેદાંતા અને એમઓસી એ શનિવારે વિલીનીકરણની જાહેરાત કરી છે.
એચઓસી વેદાંતા અને એમઓસી તરફ થી જણાવવામાં આવ્યું છે કે ભારતની બે અગ્રણી કમ્યૂનિટી આધારિત કેન્સર કેર સંસ્થાઓ હેમેટો ઓન્કોલોજી ક્લિનિક વેદાંતા (એચઓસી) અને એમ ઓ સી કેન્સર કેર એન્ડ રિસર્ચ સેન્ટરે (એમ | ઓ | સી) આજે પોતાના વિલીનીકરણની જાહેરાત કરી હતી જેનાથી પશ્ચિમ ભારતમાં કેન્સરના દર્દીઓ માટે વિશ્વ સ્તરની કેન્સરની સારવાર અને સંશોધનની સુવિધાઓનું મોટાપાયે વિસ્તરણ થશે. એચઓસી વેદાંતા અને એમ | ઓ | સી હવે પોતાની પૂરક વિશેષતાઓ અને સંસાધનો સાથે કેન્સરની સારવાર તથા સંશોધનના ક્ષેત્રે ભારતના સૌથી વધુ વિસ્તારોમાં હાજરી ધરાવતી સંસ્થાઓ પૈકીની એક બની છે જે કેન્સરના દર્દીઓને તેમના ઘરની નજીક જ યોગ્ય સમયે તથા ઓછા ખર્ચે વિશ્વસ્તરની કેન્સર સારવાર પૂરી પાડશે.
આ મર્જર સાથે એચઓસી-વેદાંતા અને એમ | ઓ | સી બંને તેમની પૂરક શક્તિઓ અને સંસાધનોનું સંયોજન કરીને શક્ય એટલી શ્રેષ્ઠ અને સૌથી વધુ ઉમદા સંભાળ પૂરી પાડશે.
એચઓસી વેદાંતાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, “સાથે મળીને અમે કેન્સર રિસર્ચ માટેની અમારી પ્રતિબદ્ધતા વધારીશું. નવીનતમ સારવાર પદ્ધતિઓ માટે સંભવિત અને પૂર્વવત પ્રકારના ક્લિનિકલ તેમજ નિરીક્ષણાત્મક અભ્યાસમાં રોકાણ કરીને અમે કેન્સર સામેની વૈશ્વિક લડાઇમાં યોગદાન આપીશું, નવી ઉપચાર પદ્ધતિઓની ઉપયોગિતા સ્થાપવાનો અને હાલની સારવારના પુનઃઉપયોગ કરવાનો પ્રયાસ કરીશું.”
“આ જોડાણ સાથે અમે સંસ્થાકીય ઉત્કૃષ્ટતા હાંસલ કરવાની દિશામાં નવા માપદંડો સ્થાપવા તરફ આગળ વધી રહ્યા છીએ જેથી અમારા તમામ સેન્ટર્સમાં સ્ટાન્ડર્ડાઇઝ્ડ, પુરાવા આધારિત અને ઉચ્ચ ગુણવત્તાની સંભાળ સુનિશ્ચિત કરી શકાય”, એમ એમ | ઓ | સીના પ્રવક્તાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે “આ વિલીનીકરણ કેવળ એક વ્યવસાયિક જોડાણ જ નથી પરંતુ કેન્સરના દર્દીઓ માટે એક વ્યાપક સંસ્થાનું નિર્માણ કરવા માટે લેવાયેલું મજબૂત પગલું છે. તેઓ કેન્સરની વિશ્વસ્તરની સંસ્થા બનાવવાનું લક્ષ્ય રાખે છે જેમાં કેન્સરને રોકવા, સારવાર કરવા, રિકવરી, ઉપશમન અને કેન્સરના દર્દીઓ તેમજ તેમના પરિવારો માટે લાંબા ગાળાના સમર્થનનો સમાવેશ થાય છે.” એમ | ઓ | સીએ જાન્યુઆરી 2023માં ટાટા કેપિટલ હેલ્થકેર ફંડ પાસેથી 10 મિલિયન ડોલર એકત્રિત કર્યા હતા.
એચઓસી-વેદાંતા-એમ | ઓ | સી પાસે હાલ 40 મેડિકલ ઓન્કોલોજિસ્ટ્સ અને હેમેટો-ઓન્કોલોજિસ્ટ્સ છે જે ભારતમાં અત્યાર સુધીની એક કેન્સર કેર સંસ્થા હેઠળ કેન્સર ફિઝિશિયનનો સૌથી મોટો સમૂહ છે અને મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તથા ગુજરાતમાં 22 કમ્યૂનિટી કેન્સર કેર સ્થાનોના નેટવર્કમાં દર વર્ષે 22,000થી વધુ કેન્સરના દર્દીઓની સેવા કરશે. સંયુક્ત એકમ ટૂંક સમયમાં ભારતના અન્ય ભાગોમાં તેમની કામગીરીને સમગ્ર ભારતમાં દર્દીઓને શ્રેષ્ઠ-ગુણવત્તાવાળી કેન્સરની સંભાળ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે વિસ્તરણ કરશે.
તેમના સંયુક્ત પ્રયાસો એ સુનિશ્ચિત કરશે કે વિશ્વકક્ષાની કેન્સરની સારવાર સ્થાન અથવા નાણાંકીય સ્થિતિને ધ્યાનમાં લીધા વિના બધા માટે તેમના ઘરની નજીક જ ઉપલબ્ધ છે. સાથે મળીને એચઓસી -વેદાંતા અને એમ | ઓ | સી કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારોના જીવન પર ઊંડી અસર કરશે અને આશા, ઉપચાર અને વધુ સારા ભવિષ્ય માટે પ્રયાસ કરશે.
આ સોદા માટે એચઓસી-વેદાંતા માટે કેલ્ટિયસ વેન્ચર્સ, અમદાવાદે વિશિષ્ટ સલાહકાર અને જેએસએએ કાનૂની સલાહકાર તરીકે કામ કર્યું હતું જ્યારે મુંબઈની અફ્લુઅન્સ એડવાઈઝર્સે આ સોદા માટે એમ | ઓ | સી માટે વિશિષ્ટ સલાહકાર અને એઝેડબીએ કાનૂની સલાહકાર તરીકે કામ કર્યું હતું.