એ.સી.બી. ની સફળ ટ્રેપ
નડીયાદ, 20 મે, એ.સી.બીએ વિશાલકુમાર કાન્તીભાઇ સોલંકી, તલાટી કમ મંત્રી, ડભાણ ગ્રામ પંચાયત કચેરી, તા:-નડીયાદ જી.ખેડા (વર્ગ-૩) ને લાંચ સ્વીકારેલ રકમ ૨,૦૦૦ રુપયા સાથે પકડ્યા.
એ.સી.બી એ જણાવ્યું કે આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરીયાદીએ ગઇ ૧૪/૧૨/ ૨૦૨૩ ના રોજ લગ્ન કરેલ જે લગ્નની નોધણી કરાવવા માટે ફરીયાદી આરોપીની કચેરીમાં ગયેલ અને નોંધણી કરાવવા બાબતે પુછતા આરોપીએ ફરીયાદી પાસે પ્રથમ રૂ.૪૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જેથી ફરીયાદીએ રકઝક કરતા અંતે રૂ.૨૦૦૦/- આપવાનું નક્કી થયેલ જે લાંચના નાણા ફરીયાદી આપવા માગતા ન હોય જેથી એ.સી.બી. નો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ જે લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાની માગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ફરીયાદી
એક જાગૃત નાગરીક
આરોપી
વિશાલકુમાર કાન્તીભાઇ સોલંકી, તલાટી કમ મંત્રી, ડભાણ ગ્રામ પંચાયત કચેરી, તા:-નડીયાદ જી.ખેડા (વર્ગ-૩) ,,
ગુન્હો બન્યા તારીખ*:- ૨૦/૦૫/૨૦૨૪
લાંચની માંગણીની રકમ*:- ૨,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ*:- ૨,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ*:- ૨,૦૦૦/-
બનાવનુ સ્થળ
ગ્રામ પંચાયત કચેરી, ડભાણ ખાતે, આક્ષેપીતની ચેમ્બરમાં તા.નડીયાદ, જી.ખેડા
ટ્રેપીંગ ઓફીસર
શ્રી વી.આર.વસાવા
પોલીસ ઇન્સ્પેક્ટર,
ખેડા એ.સી.બી.પોલીસ સ્ટેશન નડીયાદ.
*સુપરવિઝન ઓફીસર*
શ્રી કે.બી.ચુડાસમા
મદદનીશ નિયામક,
અમદાવાદ એકમ અમદાવાદ.
