એ.સી.બી. સફળ ટ્રેપ: એ.સી.બી. એ જીગરભાઇ જગદીશચંદ્ર પટેલ, મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, ભરૂચ, વર્ગ-૨ ને 16 મે ના રોજ રૂ.૧,૨૫,૦૦૦/- ની લાંચની રકમ સ્વિકારતા પકડ્યા઼.
એ.સી.બી. એ જણાવ્યું કે આ કામનાં ફરીયાદીએ નાયબ નિયામકશ્રી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, ભરૂચ ખાતે નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાનનાં નકશા મંજુર કરવા જરૂરી દસ્તાવેજો સાથે પ્રફોર્મા મુજબ અરજી કરેલ હતી. જે અરજીમાં આક્ષેપિતે ક્વેરી કાઢેલ હોય જે ક્વેરી સોલ્વ કરી આગળની કાર્યવાહી કરવાના અવેજ પેટે રૂ.૧,૨૫,૦૦૦/- ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદીશ્રી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આધારે લાંચના છટકાનું આયોજન કરેલ તે દરમ્યાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વિકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ફરીયાદી : એક જાગૃત નાગરીક
આરોપી : જીગરભાઇ જગદીશચંદ્ર પટેલ, મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, ભરૂચ, વર્ગ-૨,
ગુનો બન્યા : તા.૧૬/૦૫/૨૦૨૪
લાંચની માંગણીની રકમ : રૂ.૧,૨૫,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ : રૂ.૧,૨૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૧,૨૫,૦૦૦/-
ગુનાનું સ્થળ : નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, મદદનીશ નિયામકની ચેમ્બરમાં, ભરૂચ.
ટ્રેપીંગ અધિકારી : શ્રી આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. સુરત તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી : શ્રી પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, ઇન્ચાર્જ એ.સી.બી. સુરત એકમ, સુરત.