આ કામના ફરીયાદી પી.યુ.સી સેન્ટર ચલાવતા હોઇ અને પોરબંદર આર.ટી.ઓ કચેરી દ્વારા વાહનોના રીપાસીંગ અંગેનો કેમ્પ ગઇ તા.૨૮/૦૩/૨૦૨૪ ના રોજ સીંગરીયા ગામ ખાતે રાખેલ હતો. જેમાં ફરીયાદીએ પોતાના ગ્રાહકોના વાહનોના રીપાસીંગ ના ભરેલ ફોર્મ ની એપોઇન્ટમેન્ટ આધારે જુદા-જુદા કુલ-૧૨ વાહનોના ફીટનેશ સર્ટી મેળવવા માટે કેમ્પ માં વાહનો તથા વાહનોના માલિક સાથે હાજર રહેલ હતા તે સમયે આરોપીએ ફરીયાદીના વાહનો રીપાસીંગ કરી સર્ટી આપવા ના વ્યવહાર પેટે પ્રથમ રૂ.૧૫,૭૦૦/- ની લાંચની માંગણી કરી તે પૈકી રૂ.૧૦,૭૦૦/- લઇ લીધેલ અને બાકીના રૂ.૫,૦૦૦/- આપશે તો જ વાહનોના ફીટનેશ સર્ટી આપશે તેમ આરોપીએ જણાવેલ હોઇ, જેથી ફરીયાદી આ લાંચ ની રકમ આપવા માંગતા ના હોઇ એ.સી.બી નો સંપર્ક કરતાં, ફરીયાદી ની ફરીયાદ આધારે લાચનું છટકું ગોઠવવા માં આવેલ, અને લાંચ ના છટકા દરમ્યાન આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાંની માગણી કરી, સ્વીકારી પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત.
આરોપી:- સામત ખીમાભાઇ કોડીયાતર, હોદ્દો: સહાયક મોટર વાહન નિરીક્ષક, આર.ટી.ઓ કચેરી, પોરબંદર. વર્ગ-૩.
ગુન્હો બન્યા તા:- ૧૫/૦૪/૨૦૨૪
લાંચની માંગણીની રકમઃ- ૫,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫,૦૦૦/-
રીકવર કરેલ રકમ:- રૂ.૫,૦૦૦/-
બનાવનુ સ્થળ:- પોરબંદર આર.ટી.ઓ કચેરીમાં આવેલ સહાયક મોટર વાહન નિરીક્ષકની ઓફીસ માં.