ફરીયાદી : એક જાગૃત નાગરીક
આરોપી :ભરતભાઇ કનુભાઇ વાળા, તલાટી કમ મંત્રી, માંકણા/વલથાણ ગ્રામ પંચાયત, તા.કામરેજ, જી.સુરત
ગુનો બન્યા : તા.૧૪/૦૫/૨૦૨૪
લાંચની માંગણીની રકમ : રૂપિયા ૪૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂપિયા ૪૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૪૦,૦૦૦/-
ગુનાનુ સ્થળ : વલથાણ ગ્રામ પંચાયતની કચેરી, તા. કામરેજ, જી.સુરત
ગુનાની ટુંક વિગત : આ કામના ફરીયાદીનાઓની ભાડેથી રાખેલ મિલ્કતના ગ્રાઉન્ડ ફલોરનો વેરાબીલમાં ઉલ્લેખ ન થતો હોય અને ફરીયાદીનાઓને જી.એસ.ટી. નંબર તથા વિજ કનેકશન મેળવવા માટે વેરાબીલની જરૂરિયાત હોય જે સારૂ ફરીયાદીએ આરોપીનો સંપર્ક કરતા, આરોપીએ જણાવેલ કે તમારે વેરાબીલમાં ઉલ્લેખ કરવો હોય તો રૂપિયા-૪૦,૦૦૦/- આપો તો તમારૂ કામ થઇ જશે તેમ જણાવી મિલકતના વેરાબીલમાં સુધારો કરી આપવાના અવેજ પેટે રૂ.૪૦,૦૦૦/- લાંચની માંગણી કરેલ, જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આઘારે લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ અધિકારી : શ્રી એસ.ડી.ધોબી, પો.ઇન્સ., એ.સી.બી. પો.સ્ટે. સુરત ગ્રામ્ય
સુપરવિઝન અધિકારી : શ્રી પી.એચ.ભેસાણીયા, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, ગુજરાત.