સુરત, 16 ઓગસ્ટ, ગુજરાતમાં સુરત શહેર એસ.ઓ.જી. અને મરીન પોલીસએ કિં.રૂ.૫,૦૧,૭૦,૦૦૦/- નુ High Purity અફઘાની ચરસ ઝડપી પાડેલ છે.
એસ.ઓ.જી સૂત્રોએ જણાવ્યું કે સુચના આધારે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેક્ટર નાઓએ સુરત શહેરના દરીયાકિનારા વિસ્તારમાં સખત પેટ્રોલીંગ રાખી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી કાર્યવાહી કરવા તેમજ દરીયા કિનારા વિસ્તારમા ઝાડી ઝાંખરામા ચેકીંગ કરવા માટે એસ.ઓ.જી., સુરત શહેર તથા મરીન પોલીસ સ્ટેશન નાઓની અલગ અલગ ટીમ બનાવી દરીયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઈસમો અંગે માહિતી મેળવવા માટે ૧૫ ઓગસ્ટ ના કલાક ૧૪૦૦ થી રાત્રીના કલાક ૨૨૪૫ સુધી પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા.
દરમ્યાન એક કંપની ની બાજુમા આવેલ રિક્લાયમેન્ટ એરીયાના દરિયાકિનારેથી બિનવારસી હાલતમાં ચરસના સાત પેકેટ મળી આવેલ હોય જેમાં કોઈ અજાણ્યા ઈસમે પોતાના આર્થિક ફાયદા સારૂ દરીયાઈ માર્ગે ગે.કા. રીતે મંગાવેલ પ્રતિબંધિત ચરસ જેનુ ચોખ્ખુ વજન ૧૦.૦૩૪ KG કિં.રૂ.૫,૦૧,૭૦,૦૦૦/- નો જથ્થો સુરત શહેરમાં ઘુસાડે તે પહેલા જ પકડી પાડેલ છે.
સદર બાબતે હજીરા પોલીસ સ્ટેશનમાં NDPS અધિનીયમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
એસ.ઓ.જી તરફ થી પ્રજાજોગ સંદેશ: ઉપરોક્ત બાબતે પ્રેસ/મિડીયાના માધ્યમથી દરીયાકાંઠે વસતા આમ નાગરીક તેમજ માછીમારો તેમજ દરીયાકાંઠે ફરવા જતા સહેલાણીઓને સુરત પોલીસ તરફથી નમ્ર અરજ છે કે આ પ્રકારના કોઇ પેકેટ્સ કે શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવે તો કોઇ લોભામણી લાલચમા આવ્યા સિવાય તુરત જ સુરત શહેર પોલીસનો સંપર્ક કરવો.