Spread the love

અમદાવાદ, 19 જુલાઈ, કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેની અધ્યક્ષતા હેઠળ અમદાવાદમાં એનેક્સી હાઉસ ખાતે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વિવિધ યોજનાઓના ગુજરાતમાં અમલીકરણ સંદર્ભે સમીક્ષા બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિકારીઓ દ્વારા પ્રી-સ્કોલરશીપ, પોસ્ટ સ્કોલરશીપ, મહિલા વિકાસ, વંચિતોના વિકાસ અંગેના મુદ્દાઓ તેમજ સમાજ સુરક્ષા અને સમાજ કલ્યાણ અંગે પૂર્ણ થયેલ કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.
આ બેઠકમાં મંત્રી શ્રી રામદાસ આઠવલે દ્વારા પૂર્ણ થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી સાથે જ વિકાસલક્ષી વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે તેમણે જરૂરી સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ વિકાસને વેગવંતુ કરવા માટે અધિકારીઓનો સંપૂર્ણ સહકાર મળ્યો છે, અને આવનાર સમયમાં પણ મળતો રહેશે, એવો આશાવાદ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
આ સમીક્ષા બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.