Spread the love

અમદાવાદ, 24 જૂન, ગુજરાતમાં ચાર વર્ષમાં રૂ. ૯૬૭૯.૯૬ કરોડ નું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું.
ગુજરાત ના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે કહ્યું કે રાજ્યમાં ચાર વર્ષમાં ટોટલ ૧૭૮૬ કેસ કરવામાં આવ્યા અને ૨૬૦૭,૮૭ આરોપીયો ને પકઙી ને રૂ. ૯૬૭૯.૯૬ કરોડ કીમત નું ૬૦૫.૪૯ કિગ્રા ડ્રગ્સ જપ્ત કર્યું છે.

શ્રી સંઘવીએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૧ માં ડ્રગ્સ ના ૪૬૫ કેસ કરી, ૭૨૭ આરોપી પકડી, રૂ. ૨૩૪૬.૨૫ કરોડ નું ૨૧,૭૫૪.૫૭૬ કિગ્રા ડ્રગ પાડ્યું., વર્ષ ૨૦૨૨ માં ૫૧૨ કેસ, આરોપી ૭૮૫, ડ્રગ ૩૨,૫૯૦.૮૪૫ કિગ્રા, રૂ. ૫૩૩૮.૮૧ કરોડ નું, વર્ષ ૨૦૨૩ માં કેસ ૫૫૮, આરોપી ૭૪૨, ડ્રગ ૨૩, ૪૯૯.૪૪૦ કિગ્રા, રૂ. ૧૫૧૪.૮૦ કરોડ નું ડ્રગ અને વર્ષ ૨૦૨૪ માં કેસ ૨૫૧, આરોપી ૩૫૩, ડ્રગ ૯૭૬૦.૬૫ કિગ્રા, રૂ. ૪૮૦.૧૦ કરોડ ડ્રગ્સ જપ્ત કર્યું છે.
વર્ષ ૨૦૨૪ના ક્વાર્ટર ૨ (એપ્રિલ – જૂન, ૨૦૨૪)માં રજીસ્ટર થયેલા નાર્કોટિક્સ ડ્રગ કેસ: સુરત શહેર: કુલ ૨૧ કેસ, ૫ ક્વોલિટી કેસ, ૩૮ આરોપી અને રૂ. ૧,૮૭,૮૫,૨૮૭નો મુદ્દામાલ જપ્ત, અમદાવાદ શહેર: કુલ ૧૩ કેસ, ૨ ક્વોલિટી કેસ, ૧૫ આરોપી અને રૂ. ૪,૭૪,૮૭,૨૦૬નો મુદ્દામાલ જપ્ત,પશ્ચિમ વડોદરા શહેર: કુલ ૭ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૬ આરોપી અને રૂ. ૮,૦૯,૮૭૦નો મુદ્દામાલ જપ્ત, ભરૂચ: કુલ ૭ કેસ, ૩ ક્વોલિટી કેસ, ૮ આરોપી અને રૂ. ૨૭,૫૬,૦૯૫નો મુદ્દામાલ જપ્ત,બરોડા શહેર: કુલ ૬ કેસ, ૩ ક્વોલિટી કેસ, ૮ આરોપી અને રૂ. ૩૯,૩૭,૦૫૦નો મુદ્દામાલ જપ્ત, કચ્છ પશ્ચિમ: કુલ ૬ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૮ આરોપી અને રૂ. ૫,૩૫,૧૦,૭૨૦નો મુદ્દામાલ જપ્ત, બનાસકાંઠા: કુલ ૫ કેસ, ૨ ક્વોલિટી કેસ, ૯ આરોપી અને રૂ. ૧,૨૨,૬૬,૬૩૦નો મુદ્દામાલ જપ્ત, એટીએસ: કુલ ૪ કેસ, ૪ ક્વોલિટી કેસ, ૨ આરોપી અને રૂ. ૧,૯૦,૫૫,૦૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત, જામનગર: કુલ 6 કેસ, ૧૨ આરોપી અને રૂ. ૩,૧૪,૩૦૦નો મુદ્દામાલ જપ્ત, રાજકોટ ગ્રામ્ય: કુલ ૫ કેસ, ૫ આરોપી અને રૂ. ૬,૨૦,૫૪૦નો મુદ્દામાલ જપ્ત, વલસાડ: કુલ ૪ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૪ આરોપી અને રૂ. ૫,૭૭,૦૧૭નો મુદ્દામાલ જપ્ત, આણંદ: કુલ ૩ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૫ આરોપી અને રૂ. ૨,૮૩,૭૦૦નો મુદ્દામાલ જપ્ત,અમદાવાદ પશ્ચિમ: કુલ ૫ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૪ આરોપી અને રૂ. ૫,૨૫,૫૯૧નો મુદ્દામાલ જપ્ત, કચ્છ પૂર્વ: કુલ ૪ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૪ આરોપી અને રૂ. ૪૦,૨૧,૪૮૫નો મુદ્દામાલ જપ્ત, સુરત ગ્રામ્ય: કુલ ૨ કેસ, ૨ આરોપી અને રૂ. ૩૨,૬૮૦નો મુદ્દામાલ જપ્ત ગુજરાતના અન્ય હિસ્સાઓ: કુલ ૩૦ કેસ, ૩ કવોલિટી કેસ, ૩૯ આરોપી અને રૂ. ૧૬,૯૩,૦૬,૪૧૮નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું.

ગુજરાત રાજ્યના કુલ ટોટલ કેસની વિગતો: ટોટલ કેસ ૧૨૮, ૨૮ ક્વોલિટી કેસ, ૧૬૯ આરોપીઓ, રૂ. ૨,૨૨,૦૭,૩૪,૫૮૯.૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યું.
ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે સપ્ટેમ્બર 2023માં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી.
કોન્ફરન્સ દરમિયાન ગૃહમંત્રીની સૂચના અનુસાર વિવિધ શહેરો/જિલ્લાઓમાંથી નાર્કોટીક્સના ૨ કેસ, અને આતંકવાદ વિરોધી ટુકડી (ATS)માંથી ૫ કેસ પસંદ કરવામાં આવ્યા હતા. ઉપરથી નીચે સુધી અને નીચેથી ઉપર સુધી વ્યાપક રીતે હાથ ધરવામાં આવેલી તપાસ સાથે તેની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી.
વૈશ્વિક ડ્રગ અર્થતંત્રમાં વલણો: યુ.એન.ઓ.ડી.સી ડ્રગ રિપોર્ટ 2023 મુજબ આશરે 296 મિલિયન ડ્રગ યુઝર્સ
15-64 વર્ષની વય-જૂથમાં વિશ્વની વસ્તીના 5% લોકો ડ્રગનો ઉપયોગ કરે છે઼
કેનાબીસ – 219 મિલિયન
એમ્ફેટામાઈન્સ – 36 મિલિયન
ઓપીયોઇડ્સ – 60 મિલિયન
કોકેન – 22 મિલિયન
એક્સ્ટસી – 20 મિલિયન
ગેરકાયદેસર ખસખસનું વૈશ્વિક ઉત્પાદન રેકોર્ડ 9000 મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે
એકલા અફઘાનિસ્તાનમાં વિશ્વના ખસખસનું 90% હિરોઈન ઉત્પાદન થાય છે.
કોલંબિયા (54%), પેરુ (30%) અને બોલિવિયા (15%) લગભગ સમગ્ર કોકેઈન ઉત્પાદનનો હિસ્સો ધરાવે છે.
ગુજરાત માટેનાં પડકારો: સરહદેથી અફીણનું ગેરકાયદેસર વહન રાજ્યો-મધ્યપ્રદેશ અને રાજસ્થાન. ગુજરાતએ દરિયાકાંઠાનું રાજ્ય છે જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન વગેરેનો દરિયાઈ પ્રવેશ છે.
ગુજરાતમાં 30 હજાર જેટલી માછીમારી બોટ નોંધાયેલી છે. સરહદપારથી પડોશી રાજ્ય રાજસ્થાનમાં ડ્રોન છોડવામાં આવે છે.
મુખ્યમંત્રી નાર્કો રિવોર્ડ પોલિસીના નેતૃત્વ હેઠળની પહેલ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2021માં નાર્કો રિવોર્ડ પોલિસીની જાહેરાત કરી હતી.NDPS કેસમાં બાતમીદારો તેમજ પોલીસ અધિકારીઓને પ્રોત્સાહિત કરવા ઈનામ યોજના જાહેર કરનાર પ્રથમ રાજ્યમાં ગુજરાત છે. ગૃહ વિભાગે માદક દ્રવ્યોના કેસોનો સામનો કરનાર ગુજરાતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે ઈનામ નીતિ લાગુ કરી છે.

ગુજરાતના દરેક પોલીસ યુનિટને આ નીતિ હેઠળ તેમના કેસલોડને વધારવાની સૂચના આપવામાં આવી હતી, જેના પરિણામે 2021થી ગુજરાત પોલીસની કામગીરીમાં નોંધપાત્ર સુધારો થયો છે. અત્યાર સુધીમાં કુલ 105 પોલીસ કર્મચારીઓને રૂ. 15.96 લાખની રકમથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે.
ગૃહરાજ્ય મંત્રીના નેતૃત્વ હેઠળની પહેલ: મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સાત સમીક્ષા બેઠક 2022માં અને 15 સમીક્ષા બેઠક 2023 24 માં યોજી જેમાં આ અભિયાનમાં વહીવટી જોગવાઈઓ, બજેટ અને માળખાકીય પડકારો જેવા વિવિધ મુદ્દાઓને સંબોધવામાં આવ્યા. તેમણે આ અભિયાનમાં ઝીરો ટોલરન્સની નીતિ પ્રત્યે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વધુમાં, રાજ્ય સરકારે એ.ટી.એસના જવાનો માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે, જેઓ દરિયામાં રાષ્ટ્રવિરોધી શક્તિઓ સામે પોતાના જીવને જોખમમાં મૂકે છે.
આ ઝુંબેશમાં, અસાધારણ કામગીરી દર્શાવનાર અધિકારીઓને મળતી આપવામાં આવી છે, જેનાથી તેમનો ઉત્સાહ વધ્યો છે.
ગુજરાત પોલીસએ રાજ્ય સરકારના ઉદ્દેશ્યોને અનુરૂપ હકારાત્મકતા નિશ્ચય સાથે કામ કરી રહી છે. નાર્કોટિક અપરાધીઓની મિલકતો જપ્ત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.