Spread the love

ગાંધીનગર, 19 જુન, ગુજરાત ના ડી.જી.પી. વિકાસ સહાય પોલીસ પરિવારના કલ્યાણ માટે હિતલક્ષી નિર્ણય લીધો છે.
ડી.જી.પી તરફ થી જણાવવામાં આવ્યું છે કે આજ ના રોજ ડી.જી.પી. શ્રી સહાયની અધ્યક્ષતામાં યોજાયેલ પોલીસ વેલ્ફેર ફંડ મોનીટરીંગ કમીટીની સમીક્ષા બેઠકમાં પોલીસ અધિકારી/કર્મચારીઓ અને તેઓના પરિવારના કલ્યાણ માટે નીચે મુજબ હિતલક્ષી નિર્ણય લીધેલ છે.
અગાઉ પોલીસ અધિકારી અને કર્મચારીઓને માત્ર તેઓના સંતાનના લગ્ન માટે વેલ્ફેર ફંડમાંથી રૂ.૧,૫૦,૦૦૦/- ની લોન આપવામાં આવતી હતી. હાલમાં પોલીસદળમાં નાની ઉંમરના કર્મચારીઓની મોટા પ્રમાણમાં ભરતી થયેલ હોય આ જોગવાઇમાં સુધારો કરી હવેથી તેઓના સંતાનના લગ્ન ઉપરાંત પોતાના લગ્ન માટે પણ વેલ્ફેર ફંડમાંથી લોન આપવાનો હિતકારી નિર્ણય લીધેલ છે.
વેલ્ફેર ફંડમાંથી પોલીસ દળના અધિકારી/કર્મચારીના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે લોન નિયત થયેલ અભ્યાસક્રમ માટે આપવામાં આવતી હતી. આ યોજનાનો લાભ વધુમાં વધુ પોલીસ અધિકારી/કર્મચારીઓને મળે તે માટે નિયત થયેલ અભ્યાસક્રમમાં વધારો કરી આ યોજનાનું કાર્યક્ષેત્ર વધે તેવો નિર્ણય લીધેલ છે.