અમદાવાદ, 08 જૂન, GCCI ના ટેક્સટાઈલ ટાસ્ક ફોર્સે દ્વારા તેઓના “ટેક્સટાઈલ લીડરશીપ કોન્ફ્લેવ 2024” નું આયોજન 15મી જૂન કરવામાં આવશે.
GCCI તરફથી આજે જણાવવામાં આવ્યું કે GCCI દ્વારા આયોજિત “ટેક્સટાઇલ લીડરશીપ કોન્ફ્લેવ” ની આ ત્રીજી આવૃત્તિ છે. આ કોન્ફ્લેવ નું આયોજન શનિવાર 15મી જૂન ના રોજ ગોલ્ડન ગ્લોરી હોલ, કર્ણાવતી ક્લબ, સરખેજ ગાંધીનગર હાઈવે ખાતે કરવામાં આવેલ છે.
ભૂતકાળમાં ખુબ જ સફળ થયેલ આ વાર્ષિક કોન્ફ્લેવનો મુખ્ય ઉદ્દેશ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ સ્ટેક હોલ્ડર્સ ને એકત્ર કરી તેઓને ટેક્સટાઇલ ઉદ્યોગ સંદર્ભમાં વાર્તાલાપ, સફળ ઉદ્યોગપતિઓના અનુભવ બાબતે સફળતાની વાતો, નવીન ટેક્સટાઇલ સ્ટાર્ટઅપ્સ વિષે માહિતી, આ ઉદ્યોગ બાબતે વિવિધ ઇનસાઈટ તેમજ સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ ઓફર કરવાનો છે. આ કોન્ફ્લેવમાં ગુજરાત રાજયમાંથી જીનીંગ, સ્પિનિંગ, વિવિંગ, પ્રોસેસ હાઉસ, ગાર્મેન્ટિંગ, ટેકનિકલ ટેક્સટાઈલ અને ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાંથી 700 થી વધુ સહભાગીઓ ભાગ લેશે તેવી અપેક્ષા છે.
ઉપરોક્ત કોન્ફ્લેવમાં એવા વક્તાઓને આમંત્રિત કરવા માંગીએ છીએ કે જેઓ તેઓના ક્ષેત્રમાં નિષ્ણાત તો હોય જ પરંતુ તે ઉપરાંત તેઓનો અનુભવ શ્રોતાઓને પણ લાભપુર્ણ સાબિત થાય. આ અંગે નિમ્નલિખિત વક્તાઓના બાયોડેટા સામેલ છે.
ડૉ.એસ.એન. મોદાણી, વાઇસ ચેરમેન, સંગમ (ઇન્ડિયા) લિ, પ્રમોદ ખોસલા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ખોસલા પ્રોફાઇલ પ્રા. લિ.,અજય અરોરા, મેનેજિંગ ડિરેક્ટર, ડી’ડેકોર હોમ ફેબ્રિક્સ, પ્રશાંત અગ્રવાલ, જોઈન્ટ મેનેજિંગ ડિરેકટર, વઝીર એડવાઈઝર્સ. ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ આ દિગ્ગજો આપની સાથે તેઓના અનુભવો શેર કરશે તેમજ સાથે સાથે નવીનતમ વલણોમાં મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે અને કાપડ ઉદ્યોગના ભવિષ્ય બાબતે પણ ચર્ચા કરશે. અમને વિશ્વાસ છે કે ઉપરોક્ત વિદ્વાન વક્તાઓ ના યોગદાનથી સમગ્ર કોન્ફ્લેવમાં ભાગ લઇ રહેલ બધા સહભાગીઓને ખુબ પ્રેરણા અને માર્ગદર્શન પ્રાપ્ત થશે.