અમદાવાદ, 02 ઓગસ્ટ, ગુજરાત ના અમદાવાદ સ્થિત ઓટોમોબાઈલ ડીલર ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રિમાં અગ્રણી ડીલર દીપકમલે એક જ શહેરમાં એક લાખથી વધુ ઓટો-રિક્ષાનું વેચાણ કરી એક લાખથી વધુ પરિવારોને આત્મનિર્ભર બનાવ્યા અને આ નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરવા બદલ પ્રતિષ્ઠિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
દીપકમલના ડિરેક્ટરે આજે જણાવ્યું કે હાઉસ ઓફ કોમન્સ, બ્રિટિશ સંસદ, લંડન, યુનાઇટેડ કિંગડમ ખાતે ભવ્ય સન્માન સમારોહમાં આ સન્માન આપવામાં આવ્યું હતું.
સન્માન સમારોહમાં યુકેના શેડો મિનિસ્ટર ઓફ એનર્જી જોય મોરિસી, લેબર પાર્ટીના વરિષ્ઠ નેતા અને બ્રિટિશ સાંસદ વિરેન્દ્ર શર્મા, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રેસિડેન્ટ અને સીઇઓ સંતોષ શુક્લા, ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ કેન્દ્રના સ્થાપક રાજરાજેશ્વર ગુરુજી, લંડનના પૂર્વ મેયર સુનીલ ચોપરા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.
દીપકમલના ડિરેક્ટર અને સીઇઓ અનુજ ગુપ્તાએ કંપની તરફથી રેકોર્ડ સર્ટિફિકેટ મેળવ્યું હતું.
દીપકમલ કોર્પોરેશન પ્રા. લિ.ના ડિરેક્ટર અને સીઇઓ અનુજ ગુપ્તાએ વ્યક્તિને સશક્ત અને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થવા માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ નોંધપાત્ર સિદ્ધિ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, થોડી મદદની જરૂર હોય તેવા વ્યક્તિઓને સશક્તિકરણ કરવું એ સમયની જરૂરિયાત છે. તેમની પ્રગતિથી જ ભારતીય બજારો પહેલા કરતા વધુ મજબૂત બની શકે છે. અમારા વ્યવસાયિક ધ્યેય સાથે અમારા પ્રયત્નો હંમેશા ઓછી આવક ધરાવતા કામદારોને રોજગાર માટે જરૂરી નાણાકીય સહાય અને તકો આપવા સહિતની મદદ કરવાની છે.”
આ એવોર્ડ સમારોહમાં 60 અન્ય લોકોને પણ સમાજમાં તેમના ઉતકૃષ્ટ યોગદાન માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં નોબલ્સ ઓફ કોમનવેલ્થ નેશનલ્સ એવોર્ડ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સનો સમાવેશ થાય છે.
ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, કેનેડા, બ્રાઝિલ, સ્વીડન, રોમાનિયા, સ્લોવેનિયા, ભારત, ઓમાન, કતાર, કઝાકિસ્તાન, જાપાન, નેપાળ, ઇટલી, ઓસ્ટ્રિયા, આર્જેન્ટિના, અલ્બેનિયા, ડેનમાર્ક, કોંગો અને તાન્ઝાનિયા સહિતા 30થી વધુ દેશની અગ્રણી હસ્તીઓએ હાજરી આપી સિદ્ધીની ઉજવણી કરી હતી.
દીપકમલે વૈશ્વિક મંચ પર ભારતને હાઇલાઇટ કરીને, ઓટોમોબાઇલ ઉદ્યોગ ક્ષેત્રે એક નવો દ્રષ્ટિકોણ લાવીને સમાજના હિત પ્રત્યે કટીબદ્ધતા દર્શાવીને ઇતિહાસમાં તેમનું નામ અંકિત કર્યું છે.