ગાંધીનગર, 29 જૂન, ગુજરાતના મહિલા અને બાળકલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજે કહ્યું કે દેશના વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણી ખૂબ જ જરૂરી છે.
શ્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતે તેમના નિવાસના પ્રાંગણમાં પરિવારજનો સાથે વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા હતા.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશનાં વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણી કરવી પણ ખૂબ જ જરૂરી છે. જેના માટે ન માત્ર વૃક્ષો વાવવા પણ તેનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે. વડાપ્રધાનશ્રીના આ વ્યાપક અભિયાનને વધુ વેગવંતુ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
એમણે જણાવ્યું કે તમામ નાગરિકોને આ અભિયાનમાં જોડાઈને વધુ વૃક્ષોનું વાવેતર કરવા અનુરોધ કર્યો હતો. તેમણે તેમના માતૃશ્રીના નામે એક વૃક્ષ તેમજ એમની દીકરીએ પણ તેમના માતાના નામે એક વૃક્ષ વાવીને તેને ઉછેરવાના શપથ લીધા હતા.