Spread the love

ગાંધીનગર, 15 જુલાઈ, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને કેન્‍દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે આજે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.
શ્રી પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી મોદી, શ્રી શાહ તથા કેન્‍દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત અનેક મહાનુભાવોની શુભકામનાઓનો અવિરત પ્રવાહ વહ્યો છે.
વડાપ્રધાનએ શ્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાતમાં યુવા સશક્તિકરણ અને સર્વગ્રાહી વિકાસની ગતિને જે વેગ મળી રહ્યો છે તેની પ્રશંસા કરી છે. ગુજરાતના લોકોની સેવામાં શ્રી પટેલના સ્વાસ્થ્યપ્રદ અને દીર્ધાયુ જીવન માટે પણ તેમણે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

કેન્‍દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રીના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવામાં તેમનાં યોગદાનને બિરદાવ્યું છે.
કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ પણ મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માજી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતાં તેમના નેતૃત્વમાં ગુજરાત ઉન્નતિ અને સમૃદ્ધિના નવા આયામો સર કરે તેવી શુભકામનાઓ આપી છે.