Ahmedabad, Gujarat, May 14, ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ ૩૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને નાણાકીય વર્ષના પરિણામોની આજે જાહેરાત કરી.
કંપનીના ચેરમેન સમીર મહેતાએ આજે જણાવ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે કંપનીનો TCI (ચોખ્ખો નફો) ₹૩,૦૫૯ કરોડ રહ્યો છે, જે ગત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ કરતાં ₹૧,૧૭૭ કરોડ વધુ છે.
નાણાકીય વર્ષમાં TCI (ચોખ્ખો નફા)માં વધારો થવાના મુખ્ય કારણો નીચે મુજબ છે: ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સ તરફથી યોગદાનમાં વધારો. લાઇસન્સઝ્ડ અને ફ્રેન્ચાઇઝ્ડ વિતરણ વ્યવસાયો તરફથી યોગદાનમાં વધારો. કર ખર્ચમાં ઘટાડો, ખાસ કરીને ₹૬૩૭ કરોડની જવાબદારીઓને એક વખતની અને બિન-રોકડમાં રૂપાંતરીત કરવાના કારણે. નોન-કરંટ રોકાણોના વેચાણ પર થયેલો લાભ.
રિન્યૂએબલ વ્યવસાયો તરફથી ઓછું યોગદાન: ખાસ કરીને PLF ના ઘટાડા ને લીધે, જે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને સ્ટેબિલાઇસેશન પિરિયડમાં રહેલા સોલાર પ્રોજેક્ટના આંશિક કમીશનિંગને આભારી છે.
વધારાની રિન્યૂએબલ ઉત્પાદન ક્ષમતાઓના મૂડીરોકાણ અને કમિશનિંગથી નાણાકીય અને અવમૂલ્યન ખર્ચમાં વધારો.
૩૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ પૂર્ણ થયેલ નાણાકીય વર્ષના અંતે કંપની પાવર સેક્ટરમાં કાર્યરત ખાનગી કંપનીઓમાં સૌથી મજબુત બેલેન્સ શીટ ધરાવતી કંપનીઓ પૈકીની એક છે. જેનો નેટ ડેટ -ટુ-ઇક્વિટી ગુણોત્તર ૦.૪૦ અને નેટ ડેટ -ટુ-EBITDA ગુણોત્તર ૧.૪૧ છે.
પરિણામો અંગે માહિતી આપતા શ્રી મહેતાએ જણાવ્યું હતું કે:
“નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ કંપની માટે પરિવર્તનકારી વર્ષ રહ્યું છે, જેમાં ઓપરેશનલ, નાણાકીય અને વ્યૂહાત્મક વૃદ્ધિ માટે લેવાયેલાં પગલાં ને લીધે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. વર્ષ દરમિયાન, કંપનીએ QIP ના માધ્યમથી ૩,૫૦૦ કરોડ રૂપિયાની પોતાની અત્યંત સફળ પ્રથમ ઇક્વિટી મેળવી, જે છેલ્લા ત્રણ દાયકામાં ટોરેન્ટ ગ્રુપ દ્વારા મેળવવામાં આવેલ પ્રથમ ઇક્વિટી હતી. ચાર ગણા ઓવરસબસ્ક્રિપ્શન સાથે ઇશ્યૂનું સફળ સમાપન કંપનીની મજબુત સાખને સ્થાપિત કરે છે અને દેશના પાવર ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી કંપનીઓ પૈકીને એક કંપની તરીકે ટૉરેંટ પાવરની ભાવિ વિકાસની સંભાવનાઓને ઉજાગર કરે છે. કંપનીએ ૪૦ વર્ષ માટે ૨૦૦૦ મેગાવોટ/ ૧૬૦૦૦ મેગાવોટ પંપ સ્ટોરેજ હાઇડ્રો પાવર સપ્લાય કરવા માટે એમ.એસ.ઈ.ડી.સી.એલ. સાથે ભારતની પ્રથમ એનર્જી સ્ટોરેજ ફેસિલિટી એગ્રીમેન્ટ (ESFA) કરીને વ્યૂહાત્મક પહેલના નિર્માણ કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
તેમણે જણાવ્યું કે અમારા ગેસ-આધારિત પાવર પ્રોજેક્ટ્સ NVVN ટેન્ડર સહિત અને સેક્શન-11 અંતર્ગત મર્ચન્ટ બજારમાં વિજળી પુરી પાડવામાં સક્ષમ રહ્યા છે. ગેસ-આધારિત પાવર પ્રોજેક્ટ્સ માટે આ વ્યવસ્થા સરકાર દ્વારા પ્રથમવાર કરવામાં આવી છે, જેને લીધે બોટમ લાઈન પર મહત્વની અસર થઇ છે. અમારા ડીસ્ટ્રીબ્યુશન હેઠળના વિસ્તારોમાં ૨.૩૪%ના ડીસ્ટ્રીબ્યુશન લોસ સાથે અમે લાઇસન્સ્ડ ડીસ્ટ્રીબ્યુશન વ્યવસાયમાં નવા ઓપરેશનલ બેન્ચમાર્ક સ્થાપિત કરવાનું ચાલુ રાખ્યું છે. આ સિદ્ધિ અમારી ઓપરેશનલ ક્ષમતાઓનો પુરાવો છે અને દેશમાં સૌથી ઓછું ડીસ્ટ્રીબ્યુશન લોસ છે જે વૈશ્વિક બેન્ચમાર્ક સાથે તુલનાત્મક છે. અમારા ફ્રેન્ચાઇઝ્ડ ડીસ્ટ્રીબ્યુશન ક્ષેત્રોમાં, આગ્રામાં અમે ૬.૯૪%નો ઐતિહાસિક નીચો AT&C લોસ પ્રાપ્ત કર્યો છે, જે વર્ષ ૨૦૧૦માં જયારે આગ્રાની કામગીરીને અમે ટેકઓકઓવર કરી ત્યારે ૫૮.૭૭% હતો.”
“કંપની ૩ ગીગાવોટથી વધુ રિન્યુએબલ પ્રોજેક્ટ્સ અને ૩ ગીગાવોટ પંપ સ્ટોરેજ હાઇડ્રો પાવર પ્રોજેક્ટની નિર્માણાધીન પાઇપલાઇનની સાથે સાથે એક મજબુત બેલેન્સ શીટ સાથે વિકાસના નવા તબક્કા માટે પુરી રીતે સજ્જ છે, સાથે અમારા શેરધારકો માટે સતત વૃદ્ધિ હાંસલ કરવા માટે પ્રયાસશીલ છીએ.”
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રતિ ઇક્વિટી શેર ₹૫.૦૦ ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. આ સાથે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે કુલ ડિવિડન્ડ પ્રતિ ઇક્વિટી શેર ₹૧૯.૦૦ થાય છે, જેમાં પ્રતિ ઇક્વિટી શેર ₹૧૪.૦૦ નું વચગાળાનું ડિવિડન્ડ અને પ્રતિ ઇક્વિટી શેર ₹ ૫.૦૦ ના અંતિમ ડિવિડન્ડ સમાવેશ થાય છે.
ટોરેન્ટ પાવર અંગે માહિતી: ટોરેન્ટ પાવર એ ₹૪૫,૦૦૦ કરોડની વાર્ષિક આવક ધરાવતા ટોરેન્ટ ગ્રુપની ₹૨૯,૧૬૫ કરોડની ઇન્ટિગ્રેટેડ પાવર યુટિલિટી ધરાવતી એક પ્રમુખ કંપની છે. જે દેશના પાવર સેક્ટરની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક છે અને પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનની સમગ્ર પાવર વેલ્યુ ચેઈન ધરાવે છે.
ઉત્પાદન: કંપનીની કુલ સ્થાપિત પાવર ઉત્પાદન ક્ષમતા ૪,૮૩૮ મેગાવોટ છે, જેમાં ૨,૭૩૦ મેગાવોટ ગેસ આધારિત પાવર ઉત્પાદન ક્ષમતા, ૧,૭૪૬ મેગાવોટ રિન્યુએબલ આધારીત પાવર ઉપ્તાદન ક્ષમતા અને ૩૬૨ મેગાવોટ કોલસા આધારિત પાવર ઉત્પાદન ક્ષમતાનો સમાવેશ થાય છે. વધુમાં ૩,૧૫૪ મેગાવોટના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ અને 3,000 મેગાવોટ ના પંપ સ્ટોરેજ કૅપેસિટી પ્રગતિમાં છે. જે પ્રોજેક્ટ્સ કાર્યરત થતા જ કંપનીની પાવર ઉત્પાદન ક્ષમતા ૭,૯૯૨ મેગાવોટ પંપ સ્ટોરેજ કૅપેસિટી 3000 મેગાવોટ થશે.
વિતરણ: કંપની ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત, દહેજ SEZ અને ધોલેરા SIR, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ (DNH અને DD), મહારાષ્ટ્રનાં ભિવંડી, શીલ, મુંબ્રા અને કલવા અને ઉત્તર પ્રદેશના આગ્રા સહિતના શહેરોમાં ૪.૨૧ મિલિયનથી વધુ ગ્રાહકોને લગભગ ૩૧ બિલિયન યુનિટ્સ વિજળીનું વિતરણ કરે છે.
ટોરેન્ટ પાવરની વ્યાપકપણે ભારતમાં અગ્રણી વીજળી વિતરક કંપનીઓમાં ગણના થાય છે અને ગુજરાતમાં કંપનીના લાયસન્સવાળા વિસ્તારોમાં દેશમાં સૌથી ઓછી AT&C ખોટ અને શ્રેષ્ઠ વિશ્વસનીયતા સૂચકાંકો ધરાવવાનું ગૌરવ ધરાવે છે.