Spread the love

ભાવનગર, 13 જુલાઈ, ૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને આજે અહીં મેગા અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી ૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને શ્રી અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ અને શ્રી અંધ અભ્યુદય મંડળ ભાવનગર દ્વારા પંચમ મેગા અનાજકીટનું વિતરણ આજે શનિવારના રોજ વિતરણ કરવામાં આવ્યું હતું. કીટ વિતરણ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ પરિવારોને સંબોધન કરતા દાતાશ્રી મુકેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં શક્ય તેટલા વધુ જરૂરિયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને કીટ વિતરણ કરવા માટે ખાત્રી આપી હતી. બંને સંસ્થાનાં પ્રમુખ લાભુભાઈ સોનાણીએ લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે જીલ્લાના પ્રજ્ઞાચક્ષુ ભાઈબહેનો પોતાનું જીવન સારીરીતે જીવી શકે તેવા પ્રયાસો સંસ્થા કરી રહી છે. ત્યારે તેનાજ ભાગરૂપે ત્રણેય દાતા પરિવાર તફરથી વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન જીલ્લાના કુલ ૫૧ પરિવારોને દરમહિને નિયમિત રીતે અનાજકીટનું વિતરણ કરવામાં આવશે. જેમાં એક મહિનો ચાલે તેટલું અનાજ ઘઉં, ચોખા, તુવેરદાળ, મરચું, તેલ વિગેરે વસ્તુઓ આપવામાં આવે છે. શ્રી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી નિષ્ઠા સોનાણી, મહેશભાઈ પાઠક, હર્ષકાન્તભાઈ રાખશીયા અને પંકજભાઈ ત્રિવેદીના વરદહસ્તે અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું.