Spread the love

આજરોજ ધો-૧૨નાં બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પરિણામ મુજબ સમગ્ર ગુજરાતમાં માત્ર ૧૬૦૦ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. દર વર્ષની જેમ ભાવનગર જિલ્લાની ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં આ વર્ષે પણ ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનો સમાવેશ થાય છે. રાજ્યની દિવ્યાંગ શાળાઓ પૈકીની આ શાળામાંથી કુલ ૧૫ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી સાત વિદ્યાર્થીઓ ડીસ્ટીન્કશન માર્ક સાથે બાકીના તમામ આઠ વિદ્યાર્થીઓ દ્વિતીય વર્ગ સાથે ઉતીર્ણ થયેલ છે જેમાંથી પ્રથમ ક્રમે ૮૩.૮૬ ટકા સાથે કલ્પના વાજા, દ્વિતીય ક્રમે ૮૩.૧૪ટકા સાથે ચિરાગ રાઠોડ, તૃતીય ક્રમે ૭૯.૪૩ ટકા સાથે  કરણ શિહોરા, ચતુર્થ ક્રમે ૭૮.૮૬ ટકા સાથે જ્યોતિષા પરમાર અને પાંચમાં  ક્રમે ૭૮.૫૭ ટકા સાથે વિશાલ સાપરા આવેલ છે. આ વર્ષે રાજ્યમાં પ્રજ્ઞાચક્ષુ વિભાગમાંથી પરીક્ષા આપનાર ૫૧૦ માંથી ૪૫૮ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.  જેમાં રાજ્યમાં કુલ ૨૩ વિધ્યાર્થો  A-2 વર્ગ સાથે ઉતીર્ણ થયા છે. અત્રે એ નોંધવું ઘટે કે ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ શાળામાં શરુ થયા થી આજસુધી શાળાનું પરિણામ ૧૦૦% આવે છે. શાળા પરિવાર તરફથી ઉતીર્ણ થનાર સૌને અભિનંદન…