ગાંધીનગર, 05 જુલાઈ, સમગ્ર ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે ત્યારે પાછલા ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સૌથી વધુ ૨૦૨ મિ.મી એટલે કે ૮.૦૮ ઇંચ અને વડગામ તાલુકામાં ૧૦૦ મિ.મી એટલે કે ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
પ્રિન્સ ચાવલાએ જણાવ્યું કે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજના રોજ સવારે ૦૬૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૫૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સૌથી વધુ ૨૦૨ મિ.મી એટલે કે ૮.૦૮ ઇંચ અને વડગામ તાલુકામાં ૧૦૦ મિ.મી એટલે કે ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
જયારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ૮૪ મિ.મી એટલે કે ૩.૩૬ ઇંચ વરસાદ, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ૭૧ મિ.મી એટલે કે ૨.૮૪ ઇંચ વરસાદ, નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ૬૭ મિ.મી એટલે કે ૨.૬૮ ઇંચ વરસાદ, મહીસાગર જિલ્લાના ખાનપુરમાં ૫૭ મિ.મી એટલે કે ૨.૨૮ ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત કઠલાલ અને ગળતેશ્વર તાલુકામાં ૨ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. પાલનપુર, કુકરમુંડા, કપરાડા, ઠાસરા, ઉમરપાડા, અને નાંદોદ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે ઝગડીયા, સુરત સીટી, ઉમરગામ, ખેડબ્રહ્મા, હાલોલ, સતલાસણા, સિંગવાડ, સિદ્ધપુર, બાલાસિનોર, નસવાડી તાલુકામાં ૧ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અંકલેશ્વર, ગરુડેશ્વર, સાગબારા, વડાલી, ડેડીયાપાડા, સંજેલી, માલપુર, કામરેજ, ડાંગ-આહવા,, ઓલપાડ, વઘઈ, માંડવી, મહુધા, લુણાવાડા, કવાંટ, વિજયનગર, પારડી, અમદાવાદ સીટી, ખેરાલુ, સોનગઢ, વડનગર, ફતેહપુરા, ધરમપુર, કપડવંજ, ખેરગામ, વાંસદા, વાઘોડિયા અને માણસામાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે ના રોજ સવારે ૦૬.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધીમાં નવસારી જિલ્લાના ખેરગામમાં ૭૪ મિ.મી એટલે કે ૨.૯૬ ઇંચ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૫૬ મિ.મી એટલે કે ૨.૨૪ ઇંચ, નવસારી જિલ્લાના વાંસદામાં ૫૧ મિ.મી એટલે કે ૨.૦૪ ઇંચ, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૪૮ મિ.મી એટલે કે ૧.૯૨ ઇંચ જયારે કામરેજ તાલુકામાં ૪૭ મિમી એટલે કે ૧.૮૮ ઇંચ અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ૩૨ મિ.મી એટલે કે ૧.૨૮ ઇંચ વરસાદ વરસ્યો છે.