Spread the love

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનીઝ શિંકનસેન ટ્રેક પધ્ધતિ પર આધારિત જે-સ્લેબ ટ્રેક પધ્ધતિ હશે. આ પ્રથમ વાર છે, જ્યારે ભારતમાં જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક પધ્ધતિનો ઉપયોગ થઇ રહ્યો છે.

   એમએએચએસઆર ના પ્રવક્તાએ જણાવ્યું કે ગુજરાતમાં 352 કિ.મી.ની લાઇનદોરી અને ડીએનએચ માટે 704 કિ.મી.નો ટ્રેક વાયડક્ટ અને સાબરમતી અને સુરત ખાતે બે બુલેટ ટ્રેન ડેપો પર પાથરવામાં આવનાર છે. ટ્રેક સ્થાપનની સંપૂર્ણ પ્રક્રિયા ખાસ કરીને જાપાની સ્પષ્ટીકરણો અનુસાર રચાયેલ અને ઉત્પાદિત અદ્યતન મશીનરીથી યાંત્રિકીકરણ કરવામાં આવે છે. મેક-ઇન-ઇન્ડિયા (એમઆઇઆઇ) કાર્યનીતિ હેઠળ પહેલ કરીને હવે કેટલાક મશીનોનું ઉત્પાદન ભારતમાં પણ થઇ રહ્યું છે.

ગુજરાતમાં ટ્રેક નાખવાનું કામ ચાલી રહ્યું છે. પ્રોજેક્ટ માટે સુરત અને વડોદરા ખાતે 35,000 MT કરતાં વધુની રકમની રેલ અને ટ્રેક બાંધકામ મશીનરીના ત્રણ સેટ (03) પ્રાપ્ત થયા છે.

મશીનોના કાફલામાં રેલ ફીડર કાર, ટ્રેક સ્લેબ પાથરવાની કાર, સીએએમ પાથરવાની કાર અને ફ્લેશ બટ્ટ વેલ્ડિંગ મશીનનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ ટ્રેક નિર્માણ કાર્ય માટે કરવામાં આવશે. આ મશીનોનું જોડાણ, પરીક્ષણ અને કમિશનિંગનું કામ ચાલી રહ્યું છે.

ફ્લેશ બટ વેલ્ડીંગ મશીન (એફબીડબલ્યુએમ)
25 મીટર લાંબા 60 કિ.ગ્રા.ના રેલને ફ્લેશ બટ્ટ વેલ્ડિંગ મશીન (એફબીડબલ્યુએમ)નો ઉપયોગ કરીને વેલ્ડિંગ કરવામાં આવે છે, જે વાયડક્ટ પર ટીસીબી (ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ) નજીક 200 મીટર લાંબી પેનલ્સ બનાવે છે. અત્યાર સુધીમાં કુલ 3 એફબીડબલ્યુએમની ખરીદી કરવામાં આવી છે અને તેને 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હાઈ સ્પીડ ટ્રેનને મંજૂરી આપવા માટે રેલવે વેલ્ડિંગ શરૂ કરતાં અગાઉ કડક મંજૂરી પદ્ધતિમાંથી પસાર થવું પડશે.
જેએઆરટીએસ દ્વારા રેલ વેલ્ડ ફિનિશિંગ અને રેલ વેલ્ડ પરીક્ષણ માટેની તાલીમ પૂર્ણ કરવામાં આવી છે.

ટ્રેક સ્લેબ પાથરવાની કાર (એસએલસી)
પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબને વાયડક્ટ પર ઉઠાવવામાં આવે છે, ખાસ ડિઝાઇન કરેલા એસએલસી પર લોડ કરવામાં આવે છે અને ટ્રેક પાથરવાના સ્થળે ખસેડવામાં આવે છે. એસએલસીનો ઉપયોગ કરીને, જે એક સમયે 5 સ્લેબ ઊચકી શકે છે, ટ્રેક સ્લેબને આરસી ટ્રેક બેડ પરની સ્થિતિમાં મૂકવામાં આવે છે. સ્લેબ પાથરવાના કામ માટે 3 એસએલસીની વ્યવસ્થા કરવામાં આવી છે.

રેલ ફીડર કાર (આરએફસી)
રેલ ફીડર કારનો ઉપયોગ કરીને આરસી ટ્રેક બેડ પર ૨૦૦ મીટર લાંબી પેનલ્સને લાદવામાં આવે છે અને પાથરવામાં આવે છે. આરએફસી રેલ જોડીને આરસી બેડ ઉપર દબાણ કરશે અને શરૂઆતમાં આરસી પર કામચલાઉ ટ્રેક નાખવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ ૪ આરએફસીની ખરીદી કરવામાં આવી છે.

સિમેન્ટ આસ્ફાલ્ટ મોર્ટાર ઇન્જેક્શન કાર (સીએએમ કાર)
આરસી બેડ પર યોગ્ય જગ્યાએ ટ્રેક સ્લેબ ગોઠવ્યા બાદ સીએએમ કાર પેરેલલ ટ્રેક પર દોડે છે. આ સીએએમ કાર ડિઝાઇનના પ્રમાણમાં સીએએમ મિશ્રણ માટેના ઘટકોનું મિશ્રણ કરે છે અને આ સીએએમ મિશ્રણને જરૂરી લાઇન અને ટ્રેકનું સ્તર હાંસલ કરવા માટે સ્લેબની નીચે દાખલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૨ સીએએમ કાર ખરીદવામાં આવી છે.

04.05.2024

Rail feader car (RFC)