Spread the love

બ્લૂ સ્ટારે 60થી 600 લિટર્સ સુધીના ઊર્જા-કાર્યક્ષમ ડીપ ફ્રીઝર્સની નવી રેન્જ લોન્ચ કરી

બ્લૂ સ્ટાર લિમિટેડે વિવિધ એપ્લીકેશન્સ માટે વિવિધ સેગમેન્ટના ગ્રાહકો માટે 60થી 600 લિટર્સ સુધીની
ક્ષમતામાં ઊર્જા સક્ષમ અને ઇકો-ફ્રેન્ડલી ડીપ ફ્રીઝર્સની વ્યાપક નવી રેન્જ લોન્ચ કર્યાની જાહેરાત કરી છે.
2024 માટે ડીપ ફ્રીઝર્સની નવી રેન્જ
નવી રેન્જના ડીપ ફ્રીઝર્સ વધુ સ્ટોરેજ, વધુ કૂલિંગ ક્ષમતા અને ઉચ્ચ ટેક્નોલોજી ધરાવે છે જે વધુ સક્ષમ કૂલિંગ
માટે મોટાપાયે હીટ ટ્રાન્સફર સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત તે સુપર ટ્રોપિકલાઇઝ્ડ છે અને 47 ડિગ્રી
સેલ્સિયસના આકરા તાપમાનમાં પણ કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. અન્ય કેટલાક ફીચર્સમાં
સ્માર્ટ આઈ સાથે વિશાળ રેન્જની એલીગન્ટ કંટ્રોલ પેનલ્સ અને એલઈડી લાઇટ સાથે સ્ક્વેર ડિઝાઇન, ચારેય
બાજુએથી યુનિફોર્મ અને ઓપ્ટિમમ કૂલિંગ સુનિશ્ચિત કરે તેવી ક્વોડ્રાકૂલ ટેક્નોલોજી અને 160વોટથી 270વોટ
સુધીની વિશાળ ઓપરેટિંગ વોલ્ટેજ રેન્જનો સમાવેશ થાય છે. સ્ટોરેજ ક્ષમતાની વ્યાપક રેન્જ સાથે કંપની ડેરી
અને આઈસક્રીમ, ફ્રોઝન ફૂડ, રેસ્ટોરાં, કન્વીનિયન્સ સ્ટોર્સ, હોસ્પિટાલિટી અને સુપરમાર્કેટ્સ જેવી એપ્લિકેશન્સ
માટે બહોળા ગ્રાહક સેગમેન્ટને સેવાઓ પૂરી પાડવાની સ્થિતિમાં છે. આ ડીપ ફ્રીઝર્સ રૂ. 16,000 અને તેથી
વધુની આકર્ષક કિંમતથી શરૂ થાય છે.
મેક ઈન ઈન્ડિયા વ્યૂહરચનાને મજબૂત બનાવવી
સમગ્ર ડીપ ફ્રીઝર રેન્જ હવે વાડા ખાતે બ્લૂ સ્ટારની મોર્ડન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં સંપૂર્ણપણે બનાવવામાં
આવે છે જે મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ ગ્લોબ પહેલ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. બે વર્ષ
પહેલા વાડા ખાતેનો આ નવો પ્લાન્ટ 300થી 600 લિટર સુધીના ડીપ ફ્રીઝર્સના ઉત્પાદન માટે ઊભો કરવામાં
આવ્યો હતો અને વર્તમાન નાણાંકીય વર્ષમાં 60 લિટર્સથી શરૂ થતી સમગ્ર રેન્જના ઉત્પાદન માટે વધારાના
મૂડીખર્ચનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ફેસિલિટી લેટેસ્ટ ઓટોમેશન ટેક્નોલોજીથી સજ્જ છે અને તેને ડીપ
ફ્રીઝર્સ માટે બીઆઈએસ સર્ટિફિકેશન પણ મળ્યું છે. નવો પ્લાન્ટ 3 લાખ ડીપ ફ્રીઝર્સ અને 1 લાખ વોટર
કૂલર્સની સ્થાપિત વર્તમાન ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
વાડા ઉપરાંત અમદાવાદ ખાતેનો પ્લાન્ટ ડીપ ફ્રીઝર્સના ઉત્પાદન માટે સમર્પિત છે.
કોલ્ડ ચેઇન પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ
ડીપ ફ્રીઝર્સ ઉપરાંત કંપની દેશમાં વધતી તકોનો લાભ લેવા માટે તેના કોમર્શિયલ રેફ્રિજરેશન બિઝનેસને
વધારવાની મહત્વાકાંક્ષી યોજના ધરાવે છે. 80 કરતા વધુ વર્ષોના સમૃદ્ધ વારસા અને એક્સપર્ટ ડોમેન નોલેજ
સાથે બ્લૂ સ્ટારે કોલ્ડ ચેઇન પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સનો બહોળો પોર્ટફોલિયો વિકસાવ્યો છે જે હોર્ટિકલ્ચર,
ફ્લોરીકલ્ચર, કેળા પકવવા, ડેરી, આઇસક્રીમ, પોલ્ટ્રી, પ્રોસેસ્ડ ફૂડ્સ, ક્વિક સર્વિસ રેસ્ટોરાં, હોરેકા, સેરીકલ્ચર,
મરીન, ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર સહિતના તમામ સેગમેન્ટને સેવાઓ પૂરી પાડે છે.

બ્લૂ સ્ટારની તેની રેફ્રીજરેશન પ્રોડક્ટ્સ તથા સોલ્યુશન્સ માટે વેલ્યુ પ્રપોઝિશન જીવનને સમૃદ્ધ બનાવે છે. આ
પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ પ્રોડક્ટ્સને જાળવવા તથા સ્ટોરેજના સમગ્ર ગાળા દરમિયાન તેની અસરકારકતા,
તાજગી તથા ફ્લેવરને જાળવી રાખવા માટે તૈયાર કરવામાં આવ્યા છે જે વહેલા નાશ પામતી વસ્તુઓની
આવરદા વધારે છે તથા કોલ્ડ ચેઇન પ્રોસેસ દરમિયાન બગાડને ઘટાડે છે.
આ પ્રોડક્ટ્સને મલ્ટીપલ કેટેગરીમાં અને સોલ્યુશન્સમાં વહેંચવામાં આવે છેઃ
મર્ચન્ડાઇઝિંગ સોલ્યુશન્સમાં ડીપ ફ્રીઝર્સ, બોટલ કૂલર્સ, વિઝી કૂલર્સ અને સુપરમાર્કેટ રેફ્રિજરેશન ઇક્વિપમેન્ટ
જેમ કે મલ્ટીડેક ચિલર્સ/ફ્રીઝર્સ, પેસ્ટ્રી કેબિનેટ્સ, ચોકલેટ કૂલર્સ અને અપરાઇટ ફ્રીઝર્સ જેવી પ્રોડક્ટ્સ ઓફર કરે
છે. વોટર ડિસ્પેન્સિંગ સોલ્યુશન્સમાં સ્ટોરેજ વોટર કૂલર્સ અને બોટલ્ડ વોટર ડિસ્પેન્સર્સનો સમાવેશ થાય છે. આ
ઉપરાંત, કોમર્શિયલ કિચન રેફ્રિજરેશન સોલ્યુશન્સમાં રિચ-ઇન કૂલર્સ/ફ્રીઝર્સ, અંડરકાઉન્ટર્સ, સલાડેટ્સ, બેક બાર
ચિલર્સ, બ્લાસ્ટ ફ્રીઝર્સ અને આઇસ ક્યુબ મેકર્સ જેવી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. તાજેતરમાં કંપનીએ તેની
મિનીબાર રેન્જ પણ લોન્ચ કરી છે. ઇન્ટિગ્રેટેડ કોલ્ડ રૂમ સોલ્યુશન્સ હર્મેટિક, સેમી-હર્મેટિક અને રેક રેફ્રિજરેશન
સિસ્ટમ્સ સાથે પ્રી-એન્જિનિયર્ડ પીયુએફ ઇન્સ્યુલેટેડ પેનલ્સ ધરાવે છે. આ કેટેગરીમાં તેનો પોર્ટફોલિયો મજબૂત
બનાવવા માટે કંપનીએ ઇન્વર્ટર આધારિત ટેક્નોલોજી રેફ્રિજરેશન યુનિટ્સ, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ
સેગમેન્ટ્સ માટે કોલ્ડ ચેઇન સોલ્યુશન્સ અને આઈઓટી સિસ્ટમ્સ પણ લોન્જ કરી છે. આ ઉપરાંત હેલ્થકેર
રેફ્રિજરેશન સોલ્યુશન્સમાં બ્લડ બેંક રેફ્રિજરેટર્સ, આઇસ-લાઇન્ડ રેફ્રિજરેટર્સ (+2°C to +8°C), મેડિકલ
ફ્રીઝર્સ (up to -20°C), ફાર્મા રેફ્રિજરેટર્સ (+2°C to +8°C), અલ્ટ્રા-લૉ ટેમ્પરેચર ફ્રીઝર્સ (-86°C),
વેક્સિન ટ્રાન્સપોર્ટર્સ (+8°C to -20°C) અને મોર્ચ્યુઅરી ચેમ્બર્સ જેવી પ્રોડક્ટ્સ પણ ઓફર કરે છે.
ટકાઉ ટેક્નોલોજીઓ
બ્લૂ સ્ટાર લૉ-જીડબ્લ્યુપી રેફ્રિજરેટર્સ અને ઇન્સ્યુલેશન બ્લોઇંગ એજન્ટ્સનો ઉપયોગ કરતી ટકાઉ પ્રોડક્ટ્સના
ઉત્પાદન માટે ઇકો-ફ્રેન્ડલી ટેક્નોલોજી અપનાવે છે જે ભારતમાં સૌપ્રથમ છે. કંપની સમય કરતાં આગળ એવી
ગ્રીનર ટેક્નોલોજી અપનાવતી હોવાથી ભારત સરકાર દ્વારા તેને સતત માન્યતા પણ મળતી રહી છે.
આરએન્ડડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર
બ્લૂ સ્ટારે આરએન્ડડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનોમાં તેના રોકાણને પણ વધાર્યું છે અને તેના આરએન્ડડી
ફેસિલિટી એનએબીએલ-એક્રેડિટેડ ડીપ ફ્રીઝર ટેસ્ટિંગ લેબ્સ અને એએચઆરઆઈ-સર્ટિફાઇડ ટેસ્ટિંગ લેબ્સ
સહિતની તમામ જરૂરી ટેસ્ટ લેબ્સ ધરાવે છે. કંપનીએ અનેક પેટન્સ્ટ અને ડિઝાઇન રજિસ્ટ્રેશન્સ મેળવ્યા છે
અને બીજા અનેક પાઇપલાઇનમાં છે. તેના મજબૂત આરએન્ડડી સેટ-અપ સાથે બ્લૂ સ્ટાર તેની નવી પ્રોડક્ટ
ડેવલપમેન્ટ્સમાં વિશ્વભરની લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરતી રહી છે.

ડિસ્ટ્રીબ્યુશન અને સર્વિસ નેટવર્કનો વિસ્તાર
બ્લૂ સ્ટારના 2,100 સેલ્સ અને સર્વિસ ચેનલ પાર્ટનર્સને 900 શહેરોમાં રેફ્રિજરેશન પ્રોડક્ટ્સ તથા સોલ્યુશન્સ
વેચવા, ઇન્સ્ટોલ કરવા અને મેઇન્ટેન કરવા માટે તાલીમ આપવામાં આવેલી છે. કંપની તેના ચેનલ પાર્ટનર્સ તથા
તેની બહોળી ટીમની કુશળતા વધારવા તથા ક્ષમતા નિર્માણમાં સતત રોકાણ કરી રહી છે.
ગ્રાહક સેવાની બાબતે બ્લૂ સ્ટાર દેશની અગ્રણી આફ્ટર-સેલ્સ એર કન્ડિશનિંગ અને કમર્શિયલ રેફ્રિજરેશન
આઈએસઓ-સર્ટિફાઇડ સર્વિસ પ્રોવાઇડર છે. તેના ગોલ્ડ સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ સાથે કંપની 24×7 કસ્ટમર કોલ
સેન્ટર સ્પેશિયાલિસ્ટ્સ, સર્વિસ ઓન વ્હીલ્સ, મોબાઇલ એપ્સ અને દેશભરમાં ટેક્નિકલ ક્ષમતાઓ પૂરી પાડે છે.
બ્લૂ સ્ટારની સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વધુ એક અનોખું પાસું છે ચેન્નાઇ, બેંગ્લોર, હૈદરાબાદ, મુંબઈ, અમદાવાદ,

દિલ્હી અને કોલકાતામાં રેફ્રિજરેટેડ વેનની ઉપલબ્ધતા જેનો વહેલી નાશ પામે તેવી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે
કસ્ટમર પ્રિમાઇસીસમાં સ્ટેન્ડબાય તરીકે ઉપયોગ કરી શકાય છે. કંપની સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સીઆરએમ
સોફ્ટવેરમાં નોંધપાત્ર રોકાણ કરી રહી છે.
ભાવિ સંભાવનાઓ
અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બ્લૂ સ્ટાર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બી. થિયાગરાજને જણાવ્યું
હતું કે “કમર્શિયલ રેફ્રિજરેશનના ક્ષેત્રે લીડર તરીકે અને પેરિશેબલ વસ્તુઓને જાળવવા તથા તેની આવરદામાં
અમારી પુરવાર થયેલી ડોમેન એક્સપર્ટાઇઝ સાથે અમે સિલ્ક ઇન્ડસ્ટ્રી માટે પણ સ્પેશિયલાઇઝ્ડ એપ્લિકેશન્સ
સહિત ફળો, શાકભાજી, માંસ, પોલ્ટ્રી, એક્વાકલ્ચર, ફ્લોરીકલ્ચર, ડેરી, ફ્રોઝન ફૂડ, ફાર્માસ્યુટિકલ્સ, વેક્સિન્સ
અને અન્ય અનેક પ્રોડક્ટ્સ જેવી વિવિધ એપ્લિકેશન્સ માટે વેલ્યુ ચેઇનને કવર કરતા વિશાળ ગ્રાહક વર્ગને
સેવાઓ પૂરી પાડીએ છીએ. કોમર્શિયલ રેફ્રિજરેશન અને કોલ્ડ ચેઇન સોલ્યુશન્સ માટેનું માર્કેટ આગામી વર્ષોમાં
જંગી વૃદ્ધિની સંભાવના ધરાવે છે અને અમે ઊર્જા સક્ષમ અને પર્યાવરણને સાનુકૂળ પ્રોડક્ટ્સ તથા સોલ્યુશન્સની
નવી તેમજ ઇનોવેટિવ રેન્જ રજૂ કરીને અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.”