સોમનાથ, 07 જુલાઈ, ગુજરાત માં ભગવાન સોમનાથ મહાદેવને રવિવાર ના રોજ જગન્નાથજી શૃંગાર કરવામાં આવ્યું.
સોમનાથ મહાદેવ મંદિર તરફથી જણાવવામાં આવ્યું કે અષાઢી બિજ નિમીત્તે સોમનાથ મહાદેવને વિશેષ જગન્નાથ શૃંગાર કરાયો. વર્ષમાં માત્ર અષાઢી બીજ નિમીત્તે આ વિશેષ શૃંગાર કરવામાં આવે છે, આ શૃંગાર પુજારીશ્રીઓ દ્વારા ત્રણ કલાક જેટલા સમયમાં પુષ્પો બિલ્વપત્રો સહિત સામગ્રી દ્વારા તૈયાર કરવામાં આવેલ.
મહાભારત ના ઉલ્લેખ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણને પ્રભાસમાં સોમનાથ યાત્રા પ્રીય હતી, ભગવાન શ્રી કૃષ્ણ એ વૈકુંઠ પ્રયાણ માટે દેહોત્સર્ગ ગોલોકધામ ખાતેથી કરેલ. ભગવાન શિવ પરમ વૈષ્ણવ છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ પરમ શિવ ભક્ત છે, વેદોમાં કહેવાયુ છે, કે “शिवस्य हृदयं विष्णुं विष्णोश्च हृदयं शिवः || ” ભગવાન શિવના હ્રદયમાં ભગવાન વિષ્ણુ છે અને ભગવાન વિષ્ણુના હ્રદયમાં ભગવાન શિવ સદૈવ બિરાજમાન છે. અને બંન્ને સ્વરૂપ અલૌકિક બંધનથી જોડાયેલા છે. આજે અલૌકીક દર્શન સાથે સોમનાથ પરીસરમાં જય સોમનાથ જય જગન્નાથ નો નાદ ગુંજી ઉઠ્યો હતો.
