Spread the love

અમદાવાદ, ૨૬ મે , મહુડી તિર્થ ખાતે ટ્ર્સ્ટિ અને ટ્ર્સ્ટનાં તમામ સભ્યોની સ્પેશિયલ સામાન્યસભા રવિવારે યોજવામા આવી હતી.

શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્ર્સ્ટ સંઘ ના ટ્ર્સ્ટીઓ દ્વારા આજે જણાવવામાં આવ્યું કે અંકિત શ્રેણિકભાઇ મહેતા અને જયેશભાઇ મહેતા ને મહુડી સંઘનાં ટ્ર્સ્ટી નથી પરંતુ માત્ર સંઘનાં સામાન્ય સભ્ય છે.  જેઓ પોતે ટ્ર્સ્ટ નાં ટ્ર્સ્ટિ હોવાની ખોટી ઓળખ આપી ને ટ્ર્સ્ટ્ના નામે મંદિરના ભક્તો ને ગેરમાર્ગે દોરવાનું અને ટ્ર્સ્ટને બદનામ કરવાનું કામ કરી  રહ્યા છે.

આજ ની સ્પેશિયલ સામાન્ય સભામાં અંકિત શ્રેણિકભાઇ મહેતા અને જયેશભાઇ બાબુલાલ મહેતા ને મહુડી સંઘનાં સામાન્ય સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યા હતાં અને મહુડી સંઘ તથા ટ્રસ્ટને બદનામ કરવા માટે તેમને સાથ અને સહકાર આપનાર અન્ય 6 (છ) સભ્યોને પણ સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યા હતાં.

ટ્રસ્ટ ઉપર સૌથી મહત્વનો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ટ્રસ્ટ ના સભ્યો દ્વારા ૧૩૦ કિલો સોનું અને ૧૪ કરોડ રૂપિયા નો ગેરવહીવટ કરવામાં આવ્યો છે જે આરોપ કોઇપણ પાયા વગરનો છે કારણકે ટ્રસ્ટ દ્વારા દરેક સોના ચાંદી ની આવક અને જાવક અને ભક્તો દ્વારા દાન  આપવામાં આવેલ દરેક વસ્તુનું ઓડિટ કરવામાં આવે છે અને દરેક વસ્તુ પહોંચ આપીને જ જમાં લેવામાં આવે છે અને તે દરેક વસ્તુ ટ્રસ્ટ નો બેલેન્સશીટ માં બતાવવામાં આવેલ છે. ટ્રસ્ટની 2012-2023 ની બેલેન્સશીટ અને ઓડિટ રિપોર્ટ પણ આજે સ્પેશિયલ સામાન્ય સભા બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવી હતી. ટ્ર્સ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે

કોરોનાકાળ દરમ્યાન જે કમિશન લઇને પૈસા ની બદલીના આરોપ મુકયો હતો તેના સંદર્ભમાં ટ્રસ્ટીઓ દ્વારા કેહવામાં આવ્યું હતું કે આ આરોપો તદન પાયાવિહોણા છે અને જો કોઈપણ પુરાવા હોય તો તે તેમની સામે લાવવામાં આવે. ટ્રસ્ટ દ્વારા અંકિત મહેતા અને તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવેલ ગેરકાનૂની કૌભાંડો ની પણ રજૂઆત કરવામાં આવી હતી અને તેનાં અનુસંધાનમા અંકિત મહેતા અને તેમના પરિવારજનો સામે ગુજરાતભરમાં લાગેલ આરોપોનાં પુરાવા અને તેમનાજ પરિવારજનો દ્વારા શ્રિ મહુડી તિર્થમાં કરવામાં આવેલ કૌભાંડોની પણ માહિતી આપવામા આવી હતી.

સમગ્ર ટ્રસ્ટગણ વતી ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ વોરાએ મહુડી તિર્થ પ્રત્યેની લોકલાગણી, મહુડી તિર્થ પ્રત્યે લોકોનો અતુટ વિશ્વાસ અને શ્રીઘંટાકર્ણ મહાવીર પ્રભુ પ્રત્યેની આસ્થાને પુન: જીવીત કરવા કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, ટ્રસ્ટ દ્વારા અથવા ટ્રસ્ટનાં કોઈપણ ટ્રસ્ટી દ્વારા ૧ ગ્રામ સોનાની ઉચાપત કે ગેરવહીવટ સાબિત કરી આપે તો સંઘના પ્રાંગણમાં જાહેરજીવન ટુંકાવી નાખીશ. એમણે કહ્યું કે ટ્રસ્ટ ના દરેક ટ્રસ્ટી પોતાના સ્વ ખર્ચે ટ્રસ્ટની દરેક વ્યવસ્થાનો  ઉપયોગ કરે છે અને જ્યારે મહુડી તિર્થના  ભંડાર ખોલવામાં આવે છે ત્યારે ઓછામાં ઓછા ૨૦ થી ૨૫ કર્મચારીઓ તથા ૮ થી ૧૦ સંઘના સંભ્યો હાજર હોય છે અને CCTV  ની નજર હેઠળ દરેક વસ્તુનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તે દરેક વસ્તુ બેલેન્સશીટ માં મજરે લેવામાં આવે છે. ૨૦૨૩ માં મહુડી તીર્થ ખાતે નિલેશ મહેતા અને સુનીલ મહેતા ભંડાર માંથી ચોરી કરતા CCTV માં પકડાયા હતા તે બન્ને વ્યક્તિઓ અંકિત મહેતા અને જયેશ મહેતા ના કુટુંબીજનો હતાં. જેમને મહુડી ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક અસર થી દૂર કર્યા હતા.  જેનો બદલો લેવા અંકિત મહેતા અને જયેશ મહેતા દ્વારા ટ્રસ્ટ ને બદનામ કરવા માટે આ પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા હતાં. મહુડી ટ્રસ્ટ દ્વારા જાહેર જનતા ને જણાવવામાં આવે છે કે મહુડી ટ્રસ્ટ નો દરેક વહીવટ પ્રમાણિક પણે થાય છે અને દરેક આવેલ વસ્તુઓનો બેલેન્સશીટ માં ઉલ્લેખ કરવામાં આવે છે, જે દરેક  બેલેન્સશીટ નું વાર્ષિક ધોરણે ટ્રસ્ટ ના નીતિ – નીયમો મુજબ ઓડિટ કરાવવામાં આવે છે.  મહુડી ટ્રસ્ટ ની દરેક હિસાબી માહીતી મહુડી ટ્રસ્ટ ની ઓફિસે રાખવામા આવેલ છે.