‘મારું ગમતું પુસ્તક’
મનીષભાઈ પાઠક એ જણાવ્યું કે ૨૩ એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ‘માતૃભાષા અભિયાન’ અંતર્ગત આવતીકાલે નવા પ્રકલ્પનો આરંભ થઈ રહ્યો છે.
જેનું નામ છે – મારું ગમતું પુસ્તક… હાલનાં સમયમા વાચનનું પ્રમાણ ઓછું થયું છે, ત્યારે જે કેટલાક વાચકો અને તેમાં પણ યુવાવર્ગ જે શિષ્ટ સાહિત્યના પુસ્તકો વાંચે છે. તે લોકોને આમંત્રિત કરી એમણે વાંચેલ શિષ્ટ સાહિત્યના પુસ્તકોનો તેમના દ્વારા ટૂંકમાં પ્રતિભાવ આપવામાં આવશે, જેનો હેતુ બીજા સાહિત્યપ્રેમીઓ પણ આ પ્રકલ્પમાં જોડાય અને વાચનનો મહિમા વધે તે છે.
પ્રકલ્પ:- મારું ગમતું પુસ્તક
તારીખ: ૨૧ એપ્રિલ, ૨૦૨૪
સમય: સવારે ૯:૩૦ કલાકે
સ્થળ: AMA, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, IIM રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ.