મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત બ્રાઝિલના રાજદૂત શ્રી કેનેથ એચ. દા નોબ્રેગા એ ગાંધીનગરમાં લીધી હતી.
આ સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન તેમણે ગુજરાત સાથે ઓટો પાર્ટ્સ, એનર્જી અને એગ્રીકલ્ચર સેક્ટરમાં સહયોગ સાધીને
આગળ વધવાની તત્પરતા દર્શાવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઓટો હબ તરીકે ખ્યાતિ પામેલું રાજ્ય છે તે સંદર્ભમાં બ્રાઝિલના ઉદ્યોગકારો ગુજરાતમાં
ઓટો પાર્ટ્સ ક્ષેત્રે રોકાણ માટે આવી શકે તેમ વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
બ્રાઝિલના રાજદૂત શ્રી કેનેથ એચ. દા નોબ્રેગાએ બેઠકની ચર્ચાઓમાં કહ્યું કે, બાયો ફ્યુઅલ ટેકનોલોજી તેમજ બાયોગેસ ક્ષેત્રમાં
બ્રાઝિલ પાસે જે વિશેષતા છે તેને યોગ્ય પાર્ટનર મળે અને આ ક્ષેત્રોમાં પણ સહભાગીતાથી આગળ વધવાની તેમની ઉત્સુકતા છે.
મુખ્યમંત્રીશ્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન ચર્ચા-પરામર્શમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, બ્રાઝિલમાં
ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર ઉપરાંત આઇ.ટી અને એનર્જી સેક્ટરમાં પણ ભારત અને ગુજરાતની કેટલીક કંપનીઝ કાર્યરત છે.
આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી
એસ.જે. હૈદર તેમજ નવી દિલ્હીમાં બ્રાઝિલ એમ્બેસીના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન સેક્ટરના ફર્સ્ટ સેક્રેટરી શ્રી વેગનર સિલ્વા એ
એન્ટુન્સ પણ સહભાગી ગયા હતા.