અમદાવાદ, 17 એપ્રિલ, 2024 – ઈન્ડિન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર
(IN-SPACe) અને એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI) વચ્ચેના સહયોગાત્મક પ્રયાસ
ઇન-સ્પેસ કેનસેટ ઈન્ડિયા સ્ટુડન્ટ કમ્પિટિશન બે દિવસની તીવ્ર સ્પર્ધા બાદ આજે સંપન્ન થઈ
હતી. આ ઇવેન્ટમાં નવીનતા અને ચતુરાઇના રોમાંચક પ્રદર્શન માટે દેશભરમાંથી 28 ટીમો
આવી હતી જેમણે તેમના પોતાના કેન-સાઇઝના સેટેલાઇડ્સના ડિઝાઇનિંગ, ડેવલપિંગ અને
લોન્ચિંગ માટે સ્પર્ધા કરી હતી.
સ્પર્ધામાં છેલ્લે ઇનામ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ટીમોને બેસ્ટ
ઓવરઓલ ડિઝાઇન, ટેક્નિકલ ઇનોવેશન અને મિશન અકમ્પ્લીશમેન્ટ સહિતની વિવિધ
કેટેગરીમાં તેમની સિદ્ધિઓને માન્યતા આપવામાં આવી હતી. લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની
ટીમ વિહંગે પ્રથમ ઇનામ જીત્યું હતું જ્યારે નિરમા યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની
ટીમ દ્યૌષે બીજું ઇનામ મેળવ્યું હતું. ભરત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચની
ટીમ M.A.T.R.I.X ને ત્રીજું ઇનામ મળ્યું હતું. અન્ય વિજેતાઓમાં કમિન્સ કોલેજ ઓફ
એન્જિનિયરિંગ ફોર વિમેનની MKSSSની ટીમ વિનિંદ્રા સમાવિષ્ટ હતી જેને બેસ્ટ ટીમ વર્ક
વિદ્યા જ્યોતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની ટીમ નામ્બી વીજેને બેસ્ટ ડિઝાઇન માટે ઇનામ
મળ્યું હતું.
ઈસરોના ચેરમેન અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (ડીઓએસ)ના સેક્રેટરી તથા એસ્ટ્રોનોટિકલ
સોસાયટી ઓફ ઈન્ડિયા (એએસઆઈ)ના શ્રી એસ. સોમનાથ મુખ્ય અતિથિ તરીકે આ પ્રસંગે
ઉપસ્થિત રહ્યા હતા અને સ્પેસ સેક્ટરમાં યુવા પ્રતિભાઓને પોષવાના મહત્વ વિશે પોતાના
વિચારો વ્યક્ત કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે કેનસેટ સ્પર્ધા એ નવીનતા અને વૈજ્ઞાનિક ખોજની સંસ્કૃતિને પોષવાની
ભારતની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. સ્પર્ધાત્મક પ્લેટફોર્મ અને મેન્ટરશિપ દ્વારા પ્રત્યક્ષ અનુભવ
મેળવવાની તક પૂરી પાડીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અમે તેમને આવતી પેઢીના સ્પેસ
સાયન્ટિસ્ટ્સ, એન્જિનિયર્સ અને આંત્રપ્રિન્યોર્સ બનવા માટે તેમને સશક્ત બનાવીએ છીએ.
આ સ્પર્ધાએ સ્પેસ સાયન્સ અને ટેક્નોલોજીમાં પ્રેક્ટિકલ અનુભવ મેળવવા માટે વિદ્યાર્થીઓને
અનોખું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. ટીમે ડ્રોનની મદદથી 800 મીટર્સના અલ્ટિટ્યૂડ પર તેમના
કેનસેટ લોન્ચ કરવાનો પડકાર સફળતાપૂર્વક ઉઠાવ્યો હતો. તેમના હાથવગા પડકારે ન કેવળ
તેમની ટેકનિકલ કુશળતાને ચકાસી પરંતુ સેટેલાઇટ ટેક્નોલોજીના પ્રેક્ટિકલ પાસાંની ઊંડી
સમજ માટે તેમને પ્રોત્સાહિત પણ કર્યા. સહભાગીઓએ પેલોડ ડિઝાઇન, ટેલિમેટ્રી સિસ્ટમ્સ અને
રિકવરી મિકેનિઝમ જેવા વિવિધ પાસાંની સમજ મેળવી હતી. આ ઇવેન્ટે સહભાગીઓમાં સ્પેસ
એક્સપ્લોરેશન માટે ટીમવર્ક, પ્રોબ્લેમ-સોલ્વિંગ સ્કીલ્સ અને જુસ્સો જગાવ્યો હતો.
ઇન-સ્પેસના ચેરમેન ડો. પવન ગોયન્કાએ ઇવેન્ટની સફળતા અંગે ઉત્સાહ વ્યક્ત કરતા
જણાવ્યું હતું કે “ઇન-સ્પેસ કેનસેટ સ્પર્ધાને મળેલો પ્રતિસાદ અમારી અપેક્ષા કરતાં પણ વધુ
હતો. આ યુવા વિદ્યાર્થીઓના સમર્પણ, રચનાત્મકતા અને ટેક્નિકલ જ્ઞાનને જોવું ખરેખર
પ્રેરણાદાયી હતું. અમે સહભાગીઓમાં સ્પેસ પ્રત્યે જુસ્સો જોઈ શક્યા હતા અને મને વિશ્વાસ છે કે
ભારતના ભવિષ્યના અવકાશી સાહસો પાછળ તેઓ ચાલક બળ રહેશે. વિદ્યાર્થી સમુદાયમાં
સ્પેસ સાયન્સ અને ટેક્નોલોજી પ્રત્યેનો રસ જગાવવાનું ચાલુ રાખવાની અમારી પ્રતિબદ્ધતાનો
આ ઇવેન્ટ પુનરોચ્ચાર કરે છે.”
ઇન-સ્પેસના ડિરેક્ટર-પ્રમોશન ડિરેક્ટરેટ અને એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના
એક્ઝિક્યુટિવ સેક્રેટરી ડો. વિનોદ કુમારે આ ઇવેન્ટના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે
“અમે ખુશ છીએ કે ઇન-સ્પેસ કેનસેટ કમ્પિટિશન વિદ્યાર્થી સમુદાયમાંથી ભારતના ભાવિ સ્પેસ
ફોર્સ બનાવવામાં આવી પહેલની પ્રચંડ સંભાવનાઓ દર્શાવવામાં સફળ રહી છે. તેમની
કુશળતાઓ દર્શાવવા માટે તેમને પ્લેટફોર્મ પૂરું પાડીને આ ઇવેન્ટે કુતૂહલતા અને
મહત્વાકાંક્ષાના બીજ વાવ્યા છે જે નજીકના ભવિષ્યમાં સ્પેસ ઉદ્યોગમાં સફળ કારકિર્દી તરફ
તેમને દોરી જશે.”
આ સ્પર્ધા ઉપરાંત ઇવેન્ટે નેટવર્કિંગ અને સહયોગ માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું હતું.
વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સ અને સ્પેસ એજન્સીઓ વચ્ચે જોડાણને પ્રોત્સાહન મળ્યું હતું.
તેણે ભારતીય સ્પેસ ઇન્ડસ્ટ્રીને કેનસેટ ટીમનો ભાગ રહેલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને નોકરીએ રાખવા
માટેની તક પૂરી પાડી હતી. ઇન-સ્પેસ કેનસેટ ઈન્ડિયા સ્ટુડન્ટ કમ્પિટિશન 2024ની ઝળહળતી
સફળતાએ દ્રઢપણે તેને ભારતમાં સ્પેસ એજ્યુકેશન અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટેની
એક મહત્વપૂર્ણ ઇવેન્ટ તરીકે સ્થાપી હતી.