અમદાવાદ, 06 જૂન, લે ટ્રેવેન્યુઝ ટેક્નોલોજી લિમિટેડ (“ixigo””) ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ માટેની તેની બિડ/ઓફર સોમવાર, 10 જૂન, 2024ના રોજ ખોલશે.
કંપની તરફ થી આજે જણાવવામાં આવ્યું કે કુલ ઓફર સાઇઝમાં પ્રત્યેક રૂ. 1ના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે જેનું મૂલ્ય રૂ. 1,200 મિલિયન સુધીનું (ફ્રેશ ઇશ્યૂ) છે અને વેચાણકર્તા શેરધારકો (નીચે જણાવ્યા મુજબના) દ્વારા પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 66,677,674 ઇક્વિટી શેર્સ સુધીના વેચાણની ઓફર છે (ઓફર ફોર સેલ).
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ શુક્રવાર, 7 જૂન, 2024 રહેશે. બિડ/ઓફર સોમવાર, 10 જૂન, 2024ના રોજ ખૂલશે અને બુધવાર, 12 જૂન, 2024ના રોજ બંધ થશે.
ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 88થી 93 છે. બિડ્સ લઘુતમ 161 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 161 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.
ઓફર ફોર સેલમાં સૈફ પાર્ટનર્સ ઈન્ડિયા લિમિટેડ દ્વારા 1,94,37,465 સુધીના ઇક્વિટી શેર્સ, Peak XV Partners Investments V (અગાઉ એસસીઆઈ ઈન્વેસ્ટમેન્ટ્સ V તરીકે ઓળખાતી) દ્વારા 1,30,24,000 સુધીના ઇક્વિટી શેર્સ, રજનીશ કુમાર દ્વારા 1,19,50,000 સુધીના ઇક્વિટી શેર્સ, માઇક્રોમેક્સ ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા 54,86,893 સુધીના ઇક્વિટી શેર્સ, પ્લેસિડ હોલ્ડિંગ્સ દ્વારા 30,48,375 સુધીના ઇક્વિટી શેર્સ, મેડિસન ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટી તરીકે કેટાલિસ્ટ ટ્રસ્ટીશિપ લિમિટેડ (અગાઉ માઇલસ્ટોન ટ્રસ્ટીશિપ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ) દ્વારા 13,33,513 સુધીના ઇક્વિટી શેર્સ અને મેડિસન ઈન્ડિયા કેપિટલ એચસી દ્વારા 4,47,428 સુધીના ઇક્વિટી શેર્સ (સામૂહિક રીતે, “સેલિંગ શેરધારકો”) ના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.