વાપી, 29 જૂન, ગુજરાતના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ આજે કહ્યું કે વૃક્ષારોપણ કરવું એ આપણી માનવીય ફરજ છે.
શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વાપી ખાતે તેમના ઘરે સહ પરિવાર વૃક્ષારોપણ કર્યું હતું. મંત્રી ના માતા શ્રી મણીબાની સ્મૃતિ સ્વરૂપે એક વૃક્ષ વાવી સમર્પિત કર્યું. તેમની સાથે તેઓના ધર્મપત્ની ભારતીબેન અને દીકરી મીનલબેન દ્વાર પણ તેઓની માતાની સ્મૃતિ સ્વરૂપે એક વૃક્ષ સમર્પીત કર્યું હતું.
મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે પીપળાનું વૃક્ષ વાવીને “એક પેડ મા કે નામ” અભિયાનની શરૂઆત કરી હતી. જેને ગુજરાત સરકાર સુપેરે આગળ વધારી રહ્યાં છે.
આ અભિયાન થકી પૃથ્વી અને માનવ જાતને ગ્લોબલ વોર્મિંગ સામે સુરક્ષિત કરવા અને ભવિષ્યની પેઢીને શ્રેષ્ઠ પર્યાવરણ ભેટ આપવા માટે પર્યાવરણનું જતન કરવા માટે વૃક્ષારોપણ કરવું એ આપણી માનવીય ફરજ છે તેનો સંદેશો જનસમુદાયને આપ્યો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.