ગાંધીનગર,05 જુલાઈ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડૉ. એચ. જી કોશિયાએ જણાવ્યું કે “શંકાસ્પદ પનીર, દૂધ, ક્રીમ અને વનસ્પતિ તેલનો આશરે રૂપિયા ૯ લાખનો જથ્થો પકડી પાડવામાં આવ્યું છે.
શ્રી કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં લેભાગુ તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે.
•ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુખ્ય મથક, ગાંધીનગર ને મળેલ ખાનગી બાતમી ના આધારે તંત્રની રાજકોટ જીલ્લાની ટીમ સાથે તા: ૦૪ જુલાઈ ના રોજ મે. રજવાડી ડેરી પ્રોડક્ટ, સારણ બ્રિજ ની પાસે, ચંદ્રમોલેશ્વર મંદિર ની સામે, ગણેશ માર્બલની બાજુમાં, મોઢવાળી વિસ્તાર, જેતપુર, રાજકોટ ખાતે શંકાસ્પદ પનીર નું ઉત્પાદન થાય છે તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડવામાં આવેલ હતો. પેઢી મે. રજવાડી ડેરી પ્રોડક્ટ નામે ડેરી યુનિટનું ઉત્પાદન માટેનું લાયસન્સ ધરાવતા છે અને ડેરી પ્રોડક્ટ્સ અને એનાલોગસ માટેનું હોલસેલર તરીકેનું નું FSSAI નું લાઈસન્સ ધરાવે છે. આથી તેઓ ધ્વારા સ્થળ પર પનીર અને ક્રીમનું વગર પરવાને ઉત્પાદન કરતા હોવાનું માલુમ પડેલ હતું. તપાસ માં પનીર, ક્રીમ, દૂધ માં વનસ્પતિ તેલ ના ભેળસેળની પ્રબળ શંકા જતા તેમજ તમામ ઉત્પાદન કરવાની જગ્યા અનહાયજેનીક સ્થિતિમાં માલૂમ પડતા તેમાં કાર્યવાહી કરવામાં આવેલ હતી. પેઢીના જવાબદાર મયુરભાઈ મોહનભાઈ કોયાણીની હાજરીમાં તેમની પાસેથી દૂધ, પનીર, ક્રીમ અને વનસ્પતિ તેલ ના એમ કુલ – ૪ (ચાર) નમુના લેવામાં આવેલ જ્યારે બાકીનો આશરે ૧૭૦૦ કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૫ લાખ થી વધુ થવા જાય છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્ય નાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. જયારે પનીર (૧૩૧૦ કિગ્રા) અને દૂધ (૨૦૦૦ લીટર) કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૩.૮૦ લાખ થી વધુ થવા જાય છે તેનો ઉક્ત જવાબદાર વેપારી દ્વારા સ્વૈચ્છિક નાશ કરવામાં આવ્યો. લીધેલ તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.
સ્થળ ઉપર તપાસ દરમિયાન બિનઆરોગ્યપ્રદ સ્થિતી માં પનીર, ક્રીમ અને દૂધ નું ઉત્પાદન થતું હોવાનું જોવા મળેલ જેથી ડેઝીગ્નેટેડ ઓફિસર, રાજકોટ દ્વારા પેઢી નું લાઈસન્સ સ્થગિત કરી બંધ કરવામાં આવેલ છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.
