અમદાવાદ, 06 જુલાઇ, ગુજરાત ના અમદાવાદમાં શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા ‘SCRICON 2024’ નું શનિવાર થી આયોજન કરવામાં આવ્યું .
શેલ્બી હોસ્પિટલ્સના ગ્રૂપ ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ. નિશિતા શુક્લાએ જણાવ્યું હતું કે ‘SCRICON 2024’એ શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વાર્ષિક ઇવેન્ટની શરૂઆતને ચિહ્નિત કરે છે, જે સમગ્ર ભારતનાં શેલ્બી હોસ્પિટલ્સમાં મલ્ટિડિસિપ્લિનરી કેન્સર સંશોધન અને સારવારને આગળ વધારવા માટે સમર્પિત છે. આ કોન્ફરન્સ “એમ્પાવરિંગ ટુમોરોઃ ઈનોવેશન્સ ઇન કેન્સર કેર એન્ડ બિયોન્ડ” થીમ આધારિત છે, જેમાં 200થી વધુ સંશોધકો, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને ઓન્કોલોજીના અગ્રણી નિષ્ણાતોએ ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં કેન્સર સામેની લડાઇમાં નવા સંશોધનો, નવીન સારવાર અને સહયોગી પ્રયાસોની ચર્ચા કરવામાં આવી હતી.
ઇવેન્ટમાં મુખ્યત્વે પેનલ ડિસ્કશન અને પોસ્ટર સેશન્સ યોજાયા હતા. અમદાવાદની શેલ્બી હોસ્પિટલના મેડિકલ ઓન્કોલોજીના વડા ડૉ વિરાજ લવીંગિયાએ જણાવ્યું હતું કે, “‘SCRICON 2024’ એ એક કોન્ફરન્સ કરતાં વધુ છે, તે કેન્સર સંશોધન અને સારવારની સીમાઓને આગળ ધપાવવા માટે સમર્પિત સંકલન છે. ઓન્કોલોજીના સૌથી તેજસ્વી અને કેન્સરની સંભાળના ભાવિને આકાર આપનારી ગ્રાઉન્ડ બ્રેકિંગ ચર્ચાઓના સાક્ષી છીએ. ”
જાણીતા ઓન્કોલોજિસ્ટ્સ, સંશોધકો અને હેલ્થકેર પ્રોફેશનલ્સ સાથે સંકળાયેલા વ્યાવસાયિકો અર્થપૂર્ણ જોડાણો અને સંભવિત સહયોગને પ્રોત્સાહન આપે છે. શેલ્બી હોસ્પિટલના ક્લસ્ટર ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ રાકેશ શાહે જણાવ્યું હતું કે, “‘SCRICON 2024’ સાથેનો અમારો ઉદ્દેશ્ય એક પ્લેટફોર્મ બનાવવાનો હતો, જ્યાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો જ્ઞાનની આપલે કરી શકે છે, શ્રેષ્ઠ તકનીકની આપલે કરી શકે અને ઓન્કોલોજીમાં નવીનતમ બાબતોનું સંશોધન કરી શકે. દર્દીઓના પરિણામો સુધારવા અને કેન્સરની સારવારમાં નવીનતા લાવવા માટે આ સહયોગની ભાવના જરૂરી છે. ”
ડૉ. નિશિતા શુક્લાએ જણાવ્યું હતું કે, “કોન્ફરન્સ કેન્સરની સમજને આગળ વધારવા અને આ રોગથી પ્રભાવિત લોકો માટે ઉજ્જવળ ભવિષ્ય તરફ કામ કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સમગ્ર ભારતમાં હોસ્પિટલ્સના તબીબો અને સહાયક ટીમ દ્વારા શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ રોગ સામે લડવા પ્રતિબદ્ધ છે.”
શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો ઉદ્દેશ્ય દર્દીઓ માટે સહાનુભૂતિ અને કરૂણા સાથે રોગના નિવારણ અંગે જાગૃતિ લાવવા અને અધ્યાધુનિક સારવાર પૂરી પાડવાનો છે. આ સંસ્થા ક્લિનિકલ રિસર્ચ અને શિક્ષણવિદો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને દર્દીની સંભાળ માટે વ્યાપક અભિગમની ખાતરી કરે છે.
‘SCRICON 2024’એ કેન્સરના સંશોધન અને સારવારને વધારવા માટેના પ્રયાસો માટે સ્ટેજ સેટ કર્યું છે, જે દર્દીની સંભાળ અને પરિણામો પર સકારાત્મક અસર સુનિશ્ચિત કરી છે.