ભાવનગર, 26 મે, વર્ષ ૧૯૫૮થી ભાવનગરમાં કાર્યરત અને રાજ્યનું સૌથી વધુ સભ્ય પદ ધરાવનાર શ્રી અંધ અભ્યુદય મંડળનું ૬૪મુ દ્વિ-દિવસીય વાર્ષિક અધિવેશન ૨૫ અને ૨૬ મે નાં રોજ નવ જવાન સિંધી હોલ, સિંધુનગર, ભાવનગર ખાતે યોજાયું હતું. તેમાં રાજ્યભરનાં ૧૦૦૦ થી વધુ નેત્રહીન ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.
શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી જણાવવામાં આવ્યું કે 26 મે નાં રોજ યોજાયેલ મુખ્ય સમારંભમાં ગઈ કાલ ૨૫ મે નાં રોજ રાજકોટ માં બનેલ દુર્ઘટનામાં ભોગ બનેલા વ્યક્તિઓનાં આત્માની ચીર શાંતિ માટે બે મિનીટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ અનંતભાઈ કે. શાહ (ફાઉન્ડર ટ્રસ્ટી – પી.એન.આર.સોસાયટી) અને કુલદીપસિંહ ચુડાસમા(જાણીતા બિલ્ડર)નાં વરદ હસ્તે દીપ પ્રાગટય કરી મુખ્ય સમારંભને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
શ્રી અનંતભાઈ કે. શાહ (ફાઉન્ડર ટ્રસ્ટી – પી.એન.આર.સોસાયટી) ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યકમમાં શહેરના અતિ નબળી પરીસ્થિતિ ધરાવતા ૨૪ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને રૂ.૨૭ લાખથી વધુના ખર્ચે મકાનો રીનોવેશનનું કામ કરવામાં આવ્યું છે ત્યારે નવનિર્મિત મકાનોમહાનુભાવોના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. સમારંભમાં ધો.૧૨ માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવનાર એક પ્રજ્ઞાચક્ષુ ભાઈ અને એક બહેનને સ્વ.શાંતિલાલ રૂગનાથ ઓઝા મેમોરીયલ એવો કુમાર વિભાગ – દીપ યુ. ટાઢાણી (૭૯.૧૪% – શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, ભાવનગર ) તેમજ કન્યા વિભાગ – રમિલા ડોળાશિયા (૭૮.૭૧% – શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, ભાવનગર), લહ્યાની મદદ વિના કમ્પ્યૂટરનો ઉપયોગ કરી ધો.૧૦ની માર્ચ ૨૦૨૩ની પરીક્ષામા ૮૫% સાથે ઉતીર્ણ થનાર વડોદરાની પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની શ્રી યેશા વિજયકુમાર મકવાણાનું રોકડ પુરસ્કાર અને સન્માન પત્ર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રાજકોટના પ્રજ્ઞાચક્ષુ યુવક કૌશિક જીંજાળાને રૂ.૬૦ હજારનાં ખર્ચે તૈયાર થયેલ રોજગારબુથનું વિતરણ તેમજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખામાં શ્રેષ્ઠ કામગીરી બજ્વનાર કર્મચારીને ડો.કે.આર.દોશી.કર્મયોગી એવોર્ડવર્ષ ૨૦૨૧-૨૨ – નીતિનભાઈસોલંકી તેમજ વર્ષ ૨૦૨૨-૨૩ ઋષિકેશભાઈ પંડ્યાને અને શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાંથી શિક્ષણ પ્રાપ્ત કરી સ્થાપિત થયેલ વ્યક્તિનેશ્રીએન.ડી.નેતરવાલાપ્રતિભા એવોર્ડ વર્ષ ૨૦૨૧-૨૨ હરીસિંહભાઈવી. ચુડાસમા અને વર્ષ ૨૦૨૨-૨૩ મહેન્દ્રભાઈ વેકરીયા ને અર્પણ કરાયો હતો.
એમ.એ./પી.એચ.ડી જેવું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર ગુજરાત રાજ્યના ૪૩ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને રૂ.૫,૦૦૦/- ની શિષ્યવૃત્તિનુંવિતરણ કરવામાં આવ્યું હતું.
અન્નપૂર્ણાઅનાજ સહાય યોજના અંતર્ગત ૫૧ નેત્રહીન પરિવારને અનાજ કીટનું વિતરણ, અધિવેશનમાં પધારેલ મંડળના સભ્યોને શુભેચ્છા ભેટનું વિતરણ કુલદીપસિંહ ચુડાસમા (જાણીતા બિલ્ડર), દિલીપભાઈ કામાણી (પ્રમુખશ્રી, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભાવનગર), કીરીટભાઈ સોની (પ્રમુખશ્રી, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ટ્રસ્ટ ભાવનગર ), જગડદાદા (સામાજિક કાર્યકર)ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
લોક ડાયરો આયોજિત
દ્વિ દિવસીય વાર્ષિક અધિવેશન પ્રસંગે મંડળનાં પ્રજ્ઞાચક્ષુ સભ્યો દ્વારા તા.૨૫ મે ને શનિવારનાં રોજ રાત્રીનાં ૯:૦૦ કલાકે મંડળનાં હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિત વચ્ચે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક સાહિત્યકાર ભાવેશ ડોડીયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી સંસ્થાની પ્રવૃતિઓનો ચિતાર રજુ કર્યો હતો. આ પ્રસંગે જુદાજુદા જીલ્લાઓમાંથી પધારેલા સભ્યોએ લોક સાહિત્ય અને ભજનોની રમઝટ વચ્ચે પ્રજ્ઞાચક્ષુઓની કલા માણી હતી. ગાયક કલાકાર શ્રી રાજેશ ઠાકોર, શ્રી અંકિતાબેન ચૌહાણ અને શ્રી મુકેશ (પાલનપુર)એ અનુક્રમે ભજનો, લોક ગીત અને લોક સાહિત્યનો દુલર્ભ એવો ધ્રોળ પ્રસ્તુત કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં ધો.૫માં અભ્યાસ કરતા કાવ્ય સાવલિયાએ અનોખી શૈલીમાં હાસ્યરસ પીરસી પોતાનામાં પડેલી સુષુપ્ત શક્તિઓનો પરિચય આપ્યો હતો. શુભેચ્છકોએ ભાવુક થઇ કલાકાર મિત્રોને રોકડ ચલણી નોટોનો વરસાદ કરી વધાવ્યા હતા. આ પ્રસંગે મંડળનાં પ્રમુખ શ્રી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે કલા એ પ્રજ્ઞાચક્ષુઓની બંધ આંખોમાં છુપાયેલી રોશની છે. જેના પ્રકાશ વડે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પોતાના જીવનપથ પર આગળ ધપતો રહે છે.