અમદાવાદ, 26 મે, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઉનાળાની ઋતુમાં સ્ટેશનો પર આવતા મુસાફરો માટે પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત, NGO, સ્વૈચ્છિક સંસ્થાઓ, સેવાલક્ષી સંસ્થાઓને પણ સ્ટેશનો પર પ્યાઉં લગાવવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે સ્કાઉટ અને ગાઈડના સભ્યોનો પણ ખાસ કરીને સામાન્ય વર્ગના કોચ પાસે પાણી વિતરણ કરવા માટે સહયોગ લેવામાં આવી રહ્યો છે.

મંડળ રેલ પ્રવક્તા એ આજે જણાવ્યું કે પશ્ચિમ રેલવે ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના સભ્યો દ્વારા મે મહિનામાં સતત ચોથા રવિવારે સાબરમતી રેલવે સ્ટેશન પર રેલ મુસાફરો માટે મફત પીવાના પાણી અને ઠંડી છાશનું વિતરણ કર્યું હતું. આ અવસર પર વરિષ્ઠ મંડળ મિકેનિકલ એન્જિનિયર ડીઝલ શેડ સાબરમતી શ્રી અશોક કુમાર મીણાએ પણ તેમની હાજરીથી સ્કાઉટ એન્ડ ગાઈડ ટીમનું મનોબળ વધાર્યું હતું. અમદાવાદ સ્ટેશન પર પણ અખિલ ભારતીય મારવાડી યુવા મંચ અમદાવાદના સભ્યો દ્વારા દરરોજ મુસાફરોને ઠંડા પાણીનું વિતરણ કરી રહ્યા છે તેમના દ્વારા ઉનાળાની ઋતુમાં આ સેવા આપવામાં આવી રહી છે જેથી કરીને ભારે ગરમીથી પરેશાન મુસાફરોને રાહત મળી શકે.