અમદાવાદ, 24 મે , અમદાવાદમાં ‘ સુમધુર સ્મરણયાત્રા ‘ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમના સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૩ મે ગુરુવારે , સાંજે ૦૫-૩૦ કલાકે , રા. વિ. પાઠક સભાગૃહ , ગુજરાતી સાહિત્ય પરિષદ , આશ્રમ રોડ , અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા હાસ્યલેખક વિનોદ જશવંતલાલ ભટ્ટની ૬ઠ્ઠી પુણ્યતિથિએ ‘ સુમધુર સ્મરણયાત્રા ‘ શીર્ષક હેઠળ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
‘ સુમધુર સ્મરણયાત્રા ‘માં વિનોદ ભટ્ટની શિક્ષણયાત્રા વિશે હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે , વિનોદ ભટ્ટના હાસ્યનિબંધ ‘મારી શોકસભા’ વિશે કવિ ભાગ્યેશ જ્હાએ , વિનોદ ભટ્ટ સાથેના સુમધુર સંસ્મરણો વિશે કવિ માધવ રામાનુજે અને વિનોદ ભટ્ટના વ્યક્તિચિત્રો અને વિનોદની નજરે વિશે હાસ્યલેખક ઉર્વીશ કોઠારીએ વક્તવ્ય આપ્યું.તથા પ્રાસંગિક વક્તવ્ય વિનોદ ભટ્ટના પુત્ર સ્નેહલ ભટ્ટે આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.